ગુજરાત

gujarat

ETV Bharat / sports

ધોની કેપ્ટન બનતાની સાથે જ ચેન્નાઈ એક્સપ્રેસ ફરી જીતના પાટા પર, જૂઓ પોઈન્ટ ટેબલમાં કયા ક્રમે - Rajsthan royals point table

ઈન્ડિયન પ્રીમિયર લીગ 2022ની 46મી મેચમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સામે સનરાઈઝર્સ હૈદરાબાદનો 13 રને પરાજય થયો હતો. ધોની ફરીથી કેપ્ટન બનતાની સાથે જ ચેન્નાઈ એક્સપ્રેસ ફરી જીતના પાટા પર આવી ગઈ છે. જોકે, આ જીત બાદ પણ ચેન્નાઈને IPL 2022ના પોઈન્ટ ટેબલ (IPL 2022 Points Table Updated)માં વધુ ફાયદો થયો નથી.

ધોની કેપ્ટન બનતાની સાથે જ ચેન્નાઈ એક્સપ્રેસ ફરી જીતના પાટા પર, જૂઓ પોઈન્ટ ટેબલમાં કયા ક્રમે
ધોની કેપ્ટન બનતાની સાથે જ ચેન્નાઈ એક્સપ્રેસ ફરી જીતના પાટા પર, જૂઓ પોઈન્ટ ટેબલમાં કયા ક્રમે

By

Published : May 2, 2022, 6:04 PM IST

હૈદરાબાદ: IPL 2022માં રવિવારે બે શાનદાર મેચ જોવા મળી હતી. પ્રથમ મેચ લખનૌ સુપર જાયન્ટ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે હતી. બીજી મેચ CSK અને SRH વચ્ચે રમાઈ હતી. પ્રથમ મેચ જીતીને લખનૌની ટીમ પોઈન્ટ ટેબલ (IPL 2022 Points Table Updated)માં બીજા સ્થાને પહોંચી ગઈ છે. ચેન્નાઈ જીત્યા પછી પણ, પોઈન્ટ ટેબલ (Latest Points Table)માં કોઈ ખાસ ફાયદો નથી.

ધોની કેપ્ટન બનતાની સાથે જ ચેન્નાઈ એક્સપ્રેસ ફરી જીતના પાટા પર, જૂઓ પોઈન્ટ ટેબલમાં કયા ક્રમે

લખનૌ બીજા નંબર પર: તમને જણાવી દઈએ કે, આ જીત સાથે લખનૌની ટીમ પોઈન્ટ ટેબલમાં બીજા નંબર પર પહોંચી ગઈ છે. લખનૌએ અત્યાર સુધીમાં 10 મેચ રમી છે અને સાત મેચ જીતીને 14 પોઈન્ટ બનાવ્યા છે. આ વર્ષે IPL પોઇન્ટ ટેબલ (IPL Point Table )માં પદાર્પણ કરનાર ટીમ ગુજરાત ટાઇટન્સ છે. ગુજરાતે 9માંથી 8 મેચ જીતી છે. ગુજરાતના 16 પોઈન્ટ (Gujarat point table) છે અને હાર્દિક પંડ્યાની ટીમે લગભગ પ્લેઓફમાં જગ્યા બનાવી લીધી છે.

ચહલ પાસે જાંબલી કેપ: ઓરેન્જ કેપ પર રાજસ્થાન રોયલ્સના ઓપનર જોસ બટલરનો કબજો છે. તે જ ટીમના યુઝવેન્દ્ર ચહલ પાસે જાંબલી કેપ છે. અત્યાર સુધી તેણે સૌથી વધુ વિકેટ લીધી છે. રાજસ્થાન રોયલ્સની ટીમ પોઈન્ટ ટેબલ (Rajsthan royals point table)માં ત્રીજા નંબર પર છે. તેણે 9 મેચ રમી છે અને 6માં જીત મેળવી છે અને 12 પોઇન્ટ મેળવ્યા છે. સનરાઇઝર્સ હૈદરાબાદ 5 જીત સાથે ચોથા નંબર પર છે.

આ પણ વાંચો:Prashant Kishor New Party: ના ભાજપ ના કોંગ્રેસ પોતાની નવી જ પાર્ટી બનાવશે પીકે

રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે અત્યાર સુધીમાં 10 મેચ રમી છે અને પાંચમાં જીત મેળવી છે. RCBની ટીમ પોઈન્ટ ટેબલમાં પાંચમા નંબર પર છે. છઠ્ઠા નંબર પર રિષભ પંતની ટીમ દિલ્હી કેપિટલ્સ (Delhi capital point table) છે, જેને રવિવારે લખનૌના હાથે હારનો સામનો કરવો પડ્યો હતો. પંજાબ કિંગ્સની ટીમ સાતમા નંબર પર છે. પંજાબે અત્યાર સુધી 9માંથી 4 મેચ જીતી છે.

આ પણ વાંચો:IPL 2022: જાડેજાએ ચેન્નાઈ સુપર કિંગ્સની કેપ્ટનશીપ કેમ છોડી, ધોનીએ કર્યો ખુલાસો

કોલકાતા નાઈટ રાઈડર્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સે ત્રણ-ત્રણ મેચ જીતી છે. બંનેનો નેટ રન રેટ નેગેટિવ છે, પરંતુ કેટલાક સારા રન રેટને કારણે, KKR નંબર આઠ પર અને CSK નંબર નવ પર છે. સૌથી ખરાબ પ્રદર્શન મુંબઈ ઈન્ડિયન્સનું રહ્યું છે. MIએ અત્યાર સુધી નવ મેચ રમી છે અને માત્ર એક જ જીતી છે. મુંબઈની ટીમ પ્લેઓફમાંથી બહાર થઈ ગઈ છે.

ABOUT THE AUTHOR

...view details