નવી દિલ્હી : હેલિકોપ્ટર શોટનો ઉપયોગ કરનાર આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી સંન્યાસ લઈ ચૂકેલા મહેન્દ્ર સિંહ ધોની આજે પણ લોકોના દિલ પર રાજ કરે છે. ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસડીના ચાહકો દેશના ખૂણે ખૂણે છે. કર્ણાટકમાં રહેતા એક પ્રશંસકે ધોની પ્રત્યેનો પોતાનો ક્રેઝ અનોખા અંદાજમાં વ્યક્ત કર્યો છે. આ ફેન ટૂંક સમયમાં લગ્ન કરવા જઈ રહ્યો છે. વ્યક્તિએ પોતાના લગ્નના કાર્ડ પર ભગવાન ગણેશનો ફોટો છપાવ્યો છે, તો તેણે ધોનીનો ફોટો પણ પ્રિન્ટ કરાવ્યો છે.
વેડિંગ કાર્ડ પર MS ધોની ફોટો : આ લગ્નનું કાર્ડ કન્નડ ભાષામાં છપાયેલું છે. 12 માર્ચે વરરાજા સાત ફેરા લેશે. ધોનીનો ફોટો પ્રકાશિત થવાને કારણે આ લગ્નનું કાર્ડ સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યું છે. કાર્ડ પર છપાયેલ મહેન્દ્ર સિંહ ધોનીની તસવીર ચેમ્પિયન્સ ટ્રોફી 2013ની છે. મેચ વિનિંગ સિક્સર ફટકારીને ભારતને સૌથી વધુ મેચ જીતાડનાર મહેન્દ્ર સિંહ ધોનીની ફેન ફોલોઈંગ દિવસેને દિવસે વધી રહી છે. માહીએ ભારતને ત્રણ ICC ટ્રોફી આપી છે. આ કારનામું કરનાર તે દેશનો એકમાત્ર કેપ્ટન છે.
આ પણ વાંચો :IND vs AUS 4th Test Match Score : ભારતીય ટીમની મજબુત શરુઆત, 3 વિકેટે 264 રન બનાવી મેદાન પર