ગુજરાત

gujarat

ETV Bharat / sports

Jasprit Bumrah: ક્રિકેટર જસપ્રીત બુમરાહ બન્યો પિતા, પુત્રનું નામ રામાયણના આ પાત્રથી પ્રેરિત

જસપ્રીત બુમરાહ તેની પત્ની સાથે રહેવા માટે એશિયા કપમાંથી ઘરે પરત ફર્યો હતો. કારણ કે આજે દંપતી એક બાળકના માતા-પિતા બન્યા છે.

Etv BharatJasprit Bumrah
Etv BharatJasprit Bumrah

By ETV Bharat Gujarati Team

Published : Sep 4, 2023, 12:24 PM IST

હૈદરાબાદઃભારતીય ક્રિકેટર જસપ્રિત બુમરાહ અને તેની પત્ની સંજના ગણેશન માતા-પિતા બન્યા છે. પત્ની સંજના ગણેશને પુત્રને જન્મ આપ્યો છે, જેનું નામ દંપતીએ 'અંગદ' રાખ્યું છે. બુમરાહે ઇન્સ્ટાગ્રામ પર એક સુંદર કેપ્શન સાથે ત્રણેય પકડેલા હાથ સાથે સુંદર પોસ્ટ શેર કરી છે. બુમરાહ અને સંજનાએ માર્ચ 2021 માં લગ્ન કર્યાં હતાં

બુમરાહે તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યુંઃઅમારો નાનો પરિવાર મોટો થઈ ગયો છે. અમારું હૃદય આપણે ક્યારેય કલ્પના કરી શક્યા હોત તેના કરતાં વધુ ભરેલું છે! આજે સવારે અમે અમારા પુત્ર અંગદ જસપ્રિત બુમરાહનું દુનિયામાં સ્વાગત કર્યું. અમે ખૂબ જ આનંદિત છીએ અને અમારા જીવનના આ નવા અધ્યાયની રાહ જોઈ રહ્યા છીએ. તે શું લાવે છે તેની રાહ ન જુઓ," બુમરાહે તેના ઇન્સ્ટાગ્રામ પર લખ્યું.

કોણ છે સંજના ગણેશન?: સંજના ગણેશન સ્પોર્ટ્સ એન્કર છે. છેલ્લા કેટલાક સમયથી તેણે કેટલીય ટૂર્નામેન્ટોમાં ભાગ લીધો છે. IPLમાં પણ તે એન્કરીંગ કરતી જોવા મળી હતી. સંજના ICC વિશ્વ કપ 2019 તેમજ IPLને પણ હોસ્ટ કરી ચૂંકી છે. આ ઉપરાંત સંજના IPLની ગત સિઝનમાં કોલકતા નાઈટ રાઈડર્સના ફેન શોની હોસ્ટ હતી. સંજનાએ 2013માં ફેમિના ગાર્જિયસનો ખિતાબ જીત્યો હતો.

બુમરાહ રવિવારે ભારત પરત ફર્યો છેઃ જોકે BCCIએ હજુ સુધી આ મામલે સત્તાવાર રીતે કંઈ કહ્યું નથી, પરંતુ શ્રીલંકાથી આવા અહેવાલો સામે આવ્યા છે, જેમાં દાવો કરવામાં આવ્યો છે કે, બુમરાહ અંગત કારણોસર રવિવારે ભારત પરત ફર્યો છે. તે જ સમયે, સૂત્રોના સમાચારમાં દાવો કરવામાં આવી રહ્યો છે કે, બુમરાહ અને તેની પત્ની સંજના તેમના પ્રથમ બાળકની અપેક્ષા કરી રહ્યા હતા અને તેથી જ ઝડપી બોલર બુમરાહ તેની પત્ની સાથે રહેવા માટે મુંબઈ પાછો ફર્યો છે. જોકે, ટીમ મેનેજમેન્ટને આશા છે કે, બુમરાહ થોડા દિવસો પછી શ્રીલંકા પરત ફરશે અને ગ્રુપ 4 સ્ટેજની મેચો માટે ટીમ સાથે ઉપલબ્ધ રહેશે.

આ પણ વાંચોઃ

  1. India Vs Nepal: આજે ભારત અને નેપાળ વચ્ચે ટક્કર, ભારતે કોઈપણ ભોગે આ મેચ જીતવી પડશે
  2. Heath Streak Death: ઝિમ્બાબ્વેના મહાન ક્રિકેટર હીથ સ્ટ્રીકે 49 વર્ષની વયે લીધા અંતિમ શ્વાસ

ABOUT THE AUTHOR

...view details