હૈદરાબાદઃ ભારત અને ઈંગ્લેન્ડ (India vs England Odi) વચ્ચે રમાયેલી પ્રથમ વનડે મેચમાં ભારતીય ટીમે ઈંગ્લેન્ડને તેના જ ઘરમાં ખરાબ રીતે હરાવ્યું હતું. ટીમ ઈન્ડિયાનો સ્ટાર ઝડપી બોલર જસપ્રીત બુમરાહ આ જીતનો હીરો હતો. તેણે મેચમાં 19 રન આપીને 6 વિકેટ ઝડપી હતી.
ઈંગ્લેન્ડનો 110 રનમાં પરાજય: તમને જણાવી દઈએ કે, ઓવલમાં રમાયેલી આ મેચમાં ભારતે ઈંગ્લેન્ડને 110 રનમાં પરાજય આપીને 10 વિકેટે જીત મેળવી હતી. આ સાથે તેણે ત્રણ મેચની વનડે શ્રેણીમાં પણ 1-0ની સરસાઈ મેળવી લીધી છે. હવે ભારત અને ઈંગ્લેન્ડ વચ્ચે શ્રેણીની બીજી મેચ 14 જુલાઈએ લોર્ડ્સમાં રમાશે.
આ પણ વાંચો:મોહમ્મદ શમીએ તે કર્યું જે અકરમ સ્ટેન અને એન્ડરસન ન કરી શક્યા
મેચ બાદ જસપ્રીત બુમરાહની પત્ની સંજના ગણેશને (Jasprit Bumrah wife Sanjana Ganesan ) ઈંગ્લેન્ડના ખેલાડીઓને જોરદાર ટ્રોલ કર્યા હતા. સંજના એન્કર છે. તેણે એન્કરિંગ કરતી વખતે કહ્યું કે, હું ફૂડ એરિયામાં છું અને જ્યાં હું ઊભી છું તેની નજીકની દુકાનમાં ઇંગ્લિશ બેટ્સમેન આવવાનું પસંદ કરશે નહીં. સંજનાના આ વીડિયો (sanjana ganesan trolls england batters) સોશિયલ મીડિયા પર ખૂબ વાયરલ થઈ રહ્યો છે. ફેન્સ પણ ખૂબ એન્જોય કરી રહ્યા છે.