ગુજરાત

gujarat

ETV Bharat / sports

જસપ્રિત બુમરાહ T20 વર્લ્ડ કપમાં ન રમી શકવાને કારણે નિરાશ

ભારતીય ટીમનો ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે બે સપ્તાહ બાદ T20 વર્લ્ડ કપમાં (T20 World Cup) થી બહાર થઈ ગયો છે. બુમરાહે મંગળવારે ટ્વીટ કરીને (Jasprit Bumrah tweet) પોતાની નિરાશા વ્યક્ત કરી છે. બુમરાહની ગેરહાજરી ચોક્કસપણે ઓસ્ટ્રેલિયામાં ભારતની તકોને અસર કરશે, કારણ કે ડેથ ઓવરની બોલિંગ અત્યારે ટીમ માટે સૌથી મોટી ચિંતા છે.

Etv Bharatજસપ્રિત બુમરાહ T20 વર્લ્ડ કપમાં ન રમી શકવાને કારણે નિરાશ
Etv Bharatજસપ્રિત બુમરાહ T20 વર્લ્ડ કપમાં ન રમી શકવાને કારણે નિરાશ

By

Published : Oct 5, 2022, 2:44 PM IST

નવી દિલ્હીઃ ભારતનો સ્ટાર ફાસ્ટ બોલર જસપ્રીત બુમરાહ પીઠની ઈજાને કારણે T20 વર્લ્ડ કપ (T20 World Cup) માં ભાગ ન લેવાથી ખૂબ જ નિરાશ છે, પરંતુ તે આ સ્પર્ધા દરમિયાન પોતાની ટીમને પ્રોત્સાહિત કરવાનું ચાલુ રાખશે. બુમરાહે મંગળવારે ટ્વીટ કર્યું (Jasprit Bumrah tweet) હતું, અત્યંત નિરાશ છું કે, હું આ વખતે T20 વર્લ્ડ કપનો ભાગ બની શકીશ નહીં, પરંતુ મારા પ્રિયજનો તરફથી મળેલી શુભેચ્છાઓ, સહકાર અને સમર્થન માટે આભારી છું. હું ઈજામાંથી બહાર આવીને ટીમને પ્રોત્સાહિત કરતો રહીશ.

ICC T20 વર્લ્ડ કપ:ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડ (BCCI) એ સોમવારે કહ્યું કે, બુમરાહ ICCT20 વર્લ્ડ કપમાં રમી શકશે નહીં, જેને ભારત માટે મોટો આંચકો માનવામાં આવે છે. બુમરાહની ગેરહાજરી ચોક્કસપણે ઓસ્ટ્રેલિયામાં ભારતની તકોને અસર કરશે, કારણ કે ડેથ ઓવરની બોલિંગ અત્યારે ટીમ માટે સૌથી મોટી ચિંતા છે. ફાસ્ટ બોલરની નેશનલ ક્રિકેટ એકેડમીમાં સારવાર ચાલી રહી છે અને BCCI તેના મેડિકલ રિપોર્ટની રાહ જોઈ રહ્યું હતું. એ વાત નિશ્ચિત હતી કે, તે આગામી કેટલાક મહિનાઓ સુધી ક્રિકેટ રમી શકશે નહીં.

T20I શ્રેણીમાંથી બહાર: પીઠના દુખાવાના કારણે બુમરાહને દક્ષિણ આફ્રિકા સામેની વર્તમાન T20I શ્રેણીમાંથી બહાર થવું પડ્યું હતું. બુમરાહ ભૂતકાળમાં પણ કમરના દુખાવાથી પરેશાન છે. 2019માં તેને આ જ કારણોસર ત્રણ મહિના બહાર રહેવું પડ્યું હતું. આ વખતે તેને 4 થી 6 મહિના બહાર રહેવું પડી શકે છે. બુમરાહે આ વર્ષે ભારત માટે ત્રણેય ફોર્મેટમાં સમાન 5 મેચ રમી હતી. જ્યારે તેણે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં મુંબઈ ઈન્ડિયન્સ માટે 14 મેચ રમી હતી.

ABOUT THE AUTHOR

...view details