નાગપુરઃબોર્ડર ગાવસ્કર ટ્રોફીની પ્રથમ ટેસ્ટ મેચ નાગપુરમાં રમાઈ રહી છે. મેચના પહેલા જ દિવસે ભારતીય બોલર રવિન્દ્ર જાડેજાનો એવો જાદુ થયો કે ઓસ્ટ્રેલિયાના બેટ્સમેનોનો ધબડકો થઈ ગયો હતો. રવિન્દ્ર જાડેજાએ 5 વિકેટ લીધી હતી. જેના કારણે ઓસ્ટ્રેલિયાની ટીમ 177 રન પર જ સમેટાઈ ગઈ હતી. મેચમાં જાડેજાનો સાથ આપતા અશ્વિને 3, શમી અને સિરાજે 1-1 વિકેટ લીધી હતી. જાડેજાએ માર્નસ લાબુશેન, સ્ટીવ સ્મિથ, મેટ રેનશો, પીટર હેન્ડ્સકોમ્બ અને ટોડ મર્ફીને આઉટ કર્યા હતા. પરંતુ જાડેજાની 5 વિકેટ ઝડપ્યા બાદ રોષે ભરાયેલા ઓસ્ટ્રેલિયન મીડિયાએ રવિન્દ્ર જાડેજાના કાવતરાનો વીડિયો જાહેર કરીને નવો વિવાદ સર્જ્યો છે.
આ પણ વાંચો:આ ભારતીય ક્રિકેટરના મુરીદ બન્યા ઓસ્ટ્રેલિયાના આ દિગ્ગજ ભૂતપુર્વ કેપ્ટન
ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને ટ્વીટ કર્યું: વિડીયોમાં રવિન્દ્ર જાડેજા બોલ ફેંકતા પહેલા સાથી ખેલાડી મોહમ્મદ સિરાજ પાસે જાય છે અને તેની પાસેથી કંઈક લઈ તેની આંગળીઓમાં મૂકતો જોવા મળે છે. ઓસ્ટ્રેલિયાના મીડિયા આઉટલેટ Foxsports.com.au એ વીડિયો શેર કર્યો છે, જે હવે વાયરલ થઈ રહ્યો છે. તે જ સમયે, વીડિયો સામે આવ્યા પછી, ઓસ્ટ્રેલિયન મીડિયા ફોક્સ અને વિદેશી ક્રિકેટરોએ ટેમ્પરિંગનો મુદ્દો ઉઠાવવાનું શરૂ કર્યું છે. ઈંગ્લેન્ડના ભૂતપૂર્વ કેપ્ટન માઈકલ વોને ટ્વીટ કર્યું કે તે પોતાની ફરતી આંગળી પર શું મૂકી રહ્યો છે? આવું ક્યારેય જોયું નથી.
આ પણ વાંચો:IND vs AUS: કેએસ ભરતે અપાવી ધોનીની યાદ, ભારતને અપાવી મહત્વપૂર્ણ સફળતા
ICCના નિયમો: વીડિયો સામે આવ્યા બાદ જાડેજાએ તેની આંગળીઓ પર શું લગાવ્યું હતું તે સ્પષ્ટ નથી થયું. જો કે, વિડીયો જોતા જણાય છે કે જાડેજાએ પોતાની દુખતી આંગળીઓમાં રાહત આપવા માટે મલમ લગાવ્યો હતો. હાલમાં આ મામલે કોઈ સત્તાવાર નિવેદન બહાર આવ્યું નથી. પરંતુ એક વાત સ્પષ્ટ છે કે વિદેશી ખેલાડીઓ અને ઓસ્ટ્રેલિયન મીડિયા સતત આ બાબતને અતિશયોક્તિપૂર્ણ રીતે રજૂ કરવાનો પ્રયાસ કરી રહ્યા છે. તે રવિન્દ્ર જાડેજા પર બોલ ટેમ્પરિંગનો આરોપ લગાવવાનું કાવતરું ઘડી રહ્યો છે. જો કે, ICCના નિયમો અનુસાર, બોલ પર કંઈપણ મૂકવાની મનાઈ છે.