- ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી (Virat Kohli) પર પૂર્વ ક્રિકેટ ટીમના કેપ્ટન સુનિલ ગાવસ્કર (Sunil Gavaskar)નું નિવેદન
- ભારતીય ક્રિકેટ ટીમના પૂર્વ કેપ્ટન સુનિલ ગાવસ્કરે (Sunil Gavaskar) વિરાટ કોહલીનું (Virat Kohli) સમર્થન નથી કર્યું
- આક્રમકતાને ચહેરા પર બતાવવાની જરૂર નથી. દરેક વિકેટ પછી બૂમો પાડ્યા વગર પણ પ્રતિબદ્ધતા બતાવી શકાય છેઃ ગાવસ્કર
લીડ્સઃ ભારતીય ક્રિકેટ ટીમના કેપ્ટન વિરાટ કોહલી મેદાન પર ઘણો જ આક્રમક રહે છે. તો કેટલાક લોકોને તેનો આ અંદાજ જરાય પસંદ નથી આવતો. ત્યારે પૂર્વ ક્રિકેટર સુનિલ ગાવસ્કરે વિરાટ કોહલીનું સમર્થન નથી કર્યું. ગાવસ્કરનું કહેવું છે કે, આક્રમકતાને ચહેરા પર બતાવવાની જરૂર નથી.
આ પણ વાંચો-Tokyo Paralympicsમાં ટેબલ ટેનિસના બીજા રાઉન્ડની મેચમાં ભારતીય ખેલાડી ભાવિના પટેલની જીત
બહુ આક્રમકતા બતાવવી ન જોઈએઃ સુનિલ ગાવસ્કર
ઈંગ્લેન્ડના પૂર્વ કેપ્ટન નાસિર હુસૈને (Former England captain Nasir Hussain) પોતાની કોલમમાં લખ્યું હતું કે, કોહલી સાચા સમય પર ભારતીય ટીમનું નેતૃત્ત્વ કરવા માટે સાચો વ્યક્તિ છે. તેમના ખેલાડી ખાસ કરીને બોલર આક્રમક કેપ્ટન ઈચ્છે છે. આ ભારતીય ટીમ એ ટીમ નથી, જેની સાથે ગેરવર્તણૂક કરી શકાય. ભૂતકાળની ટીમો સાથે થયેલી ગેરવર્તણૂકનો સંદર્ભ ગાવસ્કરને સાચો ન લાગ્યો. તેમણે પહેલા દિવસે કોમેન્ટ્રી બોક્સમાં હુસૈનની ટિપ્પણીનો અપવાદ દીધો અને કહ્યું હતું કે, માત્ર તમારા ચહેરા પર આક્રમકતા બતાવવાની આવશ્યકતા નથી.