ગુજરાત

gujarat

ETV Bharat / sports

T20 World Cup: આયર્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો લિધો નિર્ણય

T20 વર્લ્ડ કપ 2022ના (T20 World Cup 2022) સુપર 12માં આયર્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ (New Zealand vs Ireland) વચ્ચે રમાઈ રહેલી મેચમાં આયર્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો હતો.

Etv BharatT20 World Cup: આયર્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો લિધો નિર્ણય
Etv BharatT20 World Cup: આયર્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો લિધો નિર્ણય

By

Published : Nov 4, 2022, 2:17 PM IST

એડિલેડઃT20 વર્લ્ડ કપ 2022ના (T20 World Cup 2022) સુપર 12માં આયર્લેન્ડ અને ન્યૂઝીલેન્ડ વચ્ચે (New Zealand vs Ireland) રમાઈ રહેલી મેચમાં આયર્લેન્ડે ટોસ જીતીને ફિલ્ડિંગ કરવાનો નિર્ણય લીધો છે.

ન્યુઝીલેન્ડ અને આયર્લેન્ડ: ન્યુઝીલેન્ડે સુપર 12માં 4 મેચ રમી છે. જેમાં તેણે બેમાં જીત અને એકમાં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે 1 મેચ અનિર્ણિત રહી છે. બીજી તરફ આયર્લેન્ડની ટીમ 4માંથી 1 મેચ જીતવામાં સફળ રહી છે અને 2માં હારનો સામનો કરવો પડ્યો છે. જ્યારે એક મેચ અનિર્ણિત રહી છે.

બંને ટીમની છેલ્લી: ગ્રુપ Iમાં ન્યુઝીલેન્ડ 5 પોઈન્ટ સાથે ટોપ પર છે જ્યારે આયર્લેન્ડ 3 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. જો આપણે બંને ટીમની છેલ્લી 5 મેચની વાત કરીએ તો બંનેએ 3-3 મેચ જીતી છે અને બંને 2 મેચમાં હારી છે.

બોલરોએ સતર્ક રહેવું પડશે: અત્યાર સુધી બંને ટીમ હેડ ટુ હેડ T20 ઇન્ટરનેશનલમાં 4 વખત સામસામે આવી ચુકી છે. ન્યૂઝીલેન્ડે 4 મેચ જીતી છે. પિચ રિપોર્ટ મેદાનની લાંબી સીધી બાઉન્ડ્રી અને શોર્ટ ચોરસ બાઉન્ડ્રીને જોતાં બોલરોએ શોર્ટ લેન્થ બોલિંગ કરવાનું ટાળવું પડશે. વરસાદની કોઈ શક્યતા નથી.

આયર્લેન્ડની ટીમ: પોલ સ્ટર્લિંગ, એન્ડી બાલ્બિર્ની (કેપટેન), લોર્કન ટકર (વિકેટ કિપર), હેરી ટેક્ટર, કર્ટિસ કેંમ્પર, જ્યોર્જ ડોકરેલ, ગેરેથ ડેલાની, માર્ક એડેર/ગ્રેહામ હ્યુમ, ફિઓન હેન્ડ, બેરી મેકકાર્થી/કોનોર ઓલ્ફર્ટ, જોશ લિટિલ.

ન્યુઝીલેન્ડની ટીમ: ફિન એલન, ડેવોન કોનવે (વિકેટ કિપર), કેન વિલિયમસન (કેપ્ટેન), ગ્લેન ફિલિપ્સ, ડેરીલ મિશેલ, જેમ્સ નીશમ, મિશેલ સેન્ટનર, ટિમ સાઉથી, ઈશ સોઢી, ટ્રેન્ટ બોલ્ટ, લોકી ફર્ગ્યુસન

ABOUT THE AUTHOR

...view details