નવી દિલ્હીઃ IPL 2022 મેગા હરાજીના 2 દિવસમાં અંતિમ યાદીમાં 600માંથી 204 ખેલાડીઓને 10 ફ્રેન્ચાઈઝીએ મેળવી લીધા છે. હવે એક નજર નાખીએ કે, કઈ રીતે 2 વખતની ચેમ્પિયન કોલકાતા નાઈટ રાઈડર્સ (Kolkata Knight Riders) અને નવી આવેલી લખનઉ સુપર જાયન્ટ્સ (Lucknow Super Giants) અને ગુજરાત ટાઈટન્સ (Gujarat Titans). હરાજી પછી અન્ય ટીમને કઈ રીતે (IPL Auction 2022) ટક્કર આપશે.
કોલકાતા નાઈટ રાઈડર્સઃફ્રેન્ચાઈઝીએ વેંકટેશ ઐયર, વરૂણ ચક્રવર્તી, આન્દ્રે રસેલ અને સુનિલ નારાયણને જાળવી રાખીને IPL મેગા ઓક્શનમાં (IPL Auction 2022) પ્રવેશ કર્યો હતો. હરાજીના પ્રથમ દિવસે તેણે પેટ કમિન્સ, નીતિશ રાણા અને શિવમ માવી જેવા ખેલાડીઓને ટીમમાં પાછા જોયા અને સંભવિત કેપ્ટન તરીકે શ્રેયસ ઐયર (12.25 કરોડ)ને ખરીદ્યો છે. જ્યારે બીજા દિવસે તેણે ભારતીય ખેલાડીઓ અજિંક્ય રહાણે અને ઉમેશ યાદવ સિવાય એલેક્સ હેલ્સ, સેમ બિલિંગ્સ, મોહમ્મદ નબી, ટિમ સાઉથી, ચમિકા કરુણારત્ને જેવા વિદેશી ખેલાડીઓને ખરીદ્યા હતા.
ટીમની શક્તિઃગયા વર્ષની સિઝનના તેમના 7 મુખ્ય સભ્યો, જેમાં રિટેન્શન સામેલ છે. હવે તેમની સાથે પાછા ફર્યા છે. શ્રેયસ ઐયરના આગમનથી ટીમનો બેટિંગ ઓર્ડર વધુ મજબૂત થશે.
ટીમની નબળાઈ:શુબમન ગિલ વિના ઓપનર તરીકે અજિંક્ય રહાણે આક્રમક બેટિંગ કરી શકશે કે કેમ તે અંગે શંકા છે. ટીમમાં કુશળ ભારતીય ઝડપી બોલર ઉમેશ યાદવની ગેરહાજરી અને સ્થાનિક બેટિંગ વિકલ્પ તેને મોટું નુકસાન પહોંચાડી શકે છે.
આ પણ વાંચો-IPL 2022: ચેતન સાકરીયાનો સંઘર્ષ તેનું શિક્ષણ અને ક્રિકેટ પર મામાની રસપ્રદ વાત
લખનઉ સુપર જાયન્ટ્સ:IPL મેગા ઓક્શનમાં (IPL Auction 2022) પોતાની પહેલી હાજરીમાં લખનઉ પોતાના પાકિટના તમામ રૂપિયાનો ઉપયોગ કરનારી એક માત્ર ટીમ હતી, જેણે કે. એલ. રાહુલ, માર્કસ સ્ટોઈનિસ અને રવિ બિશ્નોઈને પસંદ કર્યા પછી તેમણે ભારતીય અને વિદેશી ખેલાડીઓ માટે હરાજી (IPL Auction 2022) સમાપ્ત થયા પછી સંભવિત રીતે મજબૂત પક્ષોમાંથી એક બનવા વિકલ્પો સુરક્ષિત કર્યા હતા.
ટીમની શક્તિઃતેમની પાસે બોલિંગ ક્રમમાં સારા બોલરો છે. માર્ક વુડ, અવેશ ખાન અને જેસન હોલ્ડરની ગતિ ટીમને સંભાળવામાં મદદરૂપ સાબિત થશે. જ્યારે ગૌતમ અને કુણાલ પંડ્યા સાથે બિશ્નોઈ સ્પિન ક્ષેત્રે યોગદાન આપશે.
ટીમની નબળાઈ:તેમની પાસે બેટિંગ કરવા કે. એલ. રાહુલ અને ક્વિન્ટન ડિ કોકની તાકાત છે, પરંતુ વધુ અનુભવી ભારતીય બેટ્સમેનનો અભાવ તેમને નુકસાન પહોંચાડી શકે છે. મનીષ પાંડેનો IPL 2021માં સારો સમય રહ્યો નહતો. જ્યારે મનન વોહરા છૂટાછવાયા પ્રદર્શન સાથે ટૂર્નામેન્ટમાં વધુ ચમક્યો નહતો.