- રાજસ્થાન રોયલ્સે 3D શો દ્વારા જર્સી લોન્ચ કરી
- IPL 2020માં રાજસ્થાન રોયલ્સની કપ્તાની સ્ટીવ સ્મિથે કરી હતી
- શોની શરૂઆત સવાઈ માનસિંહ સ્ટેડિયમથી થઈ
જયપુર: રાજસ્થાન રોયલ્સે સવાઈ માન સિંઘ સ્ટેડિયમ ખાતે IPL 2021 સિઝન માટે 3D પ્રોજેક્ટ અને લાઇટ શો દ્વારા ટીમની જર્સી લોન્ચ કરી હતી. આ શોનું સ્ટેડિયમથી જીવંત પ્રસારણ કરવામાં આવ્યું હતું, જે વિશ્વની ટીમના ચાહકો અને મુંબઇના બાયો-બબલમાં રહેતા ટીમના ખેલાડીઓએ જોયું હતું. રાજસ્થાન રોયલ્સ 2008માં IPLની પ્રથમ સિઝનની વિજેતા ટીમ હતી. ભારતીય ક્રિકેટ કન્ટ્રોલ બોર્ડ એટલે કે BCCIએ આ વખતે IPLની મેચ છ શહેરોમાં આયોજન કરવાનું નક્કી કર્યું છે.
શોની શરૂઆત સવાઈ માનસિંહ સ્ટેડિયમથી થઈ
ટીમે એક નિવેદન બહાર પાડીને કહ્યું હતું કે, આ શોની શરૂઆત સવાઈ માનસિંહ સ્ટેડિયમથી થઈ હતી. લાઇવ શો માટે સ્ક્રીન મૂકવામાં આવી હતી. રાજસ્થાનના ખેલાડીઓ નવી સિઝનમાં જર્સી પહેરી 3D પ્રોજેક્ટમાં દેખાયા હતા. આ જર્સી ગુલાબી અને વાદળી રંગની છે. રાજસ્થાન રોયલ્સે આ વર્ષે દક્ષિણ આફ્રિકાના ઓલરાઉન્ડર ક્રિસ મોરિસને ટીમમાં શામેલ કર્યો હતો અને તેણે જર્સીની પ્રશંસા કરી હતી. ક્રિસ મોરીસે કહ્યું કે, નવી જર્સીનું લોન્ચિંગ અવિશ્વસનીય છે. 2015થી જર્સી ઘણી વખત બદલાવવામાં આવી છે અને ખૂબ જ સુંદર જર્સી છે. હું ફરી એકવાર ટીમમાં જોડાવા માટે ઉત્સાહિત છું.
આ પણ વાંચો:ભાવનગરના ચેતન સાકરીયાની IPLમાં રાજસ્થાન રોયલ્સમા પસંદગી થતા પરિવારે આનંદ વ્યક્ત કર્યો
IPL 2020માં રાજસ્થાન રોયલ્સની કપ્તાની સ્ટીવ સ્મિથે કરી હતી
રાજસ્થાન રોયલ્સએ IPL 2021 માટે પણ તેમના નવા કેપ્ટનની પસંદગી કરી લીધી છે. આ વખતે ટીમનું નેતૃત્વ સંજુ સેમસન કરશે. IPL 2020માં રાજસ્થાન રોયલ્સની કપ્તાની સ્ટીવ સ્મિથે કરી હતી, પરંતુ જ્યારે IPLનો અંત આવ્યો ત્યારે જાણવા મળ્યું કે ટીમ પોઇન્ટ ટેબલમાં આઠમાં ક્રમે છે. કદાચ આ જ કારણે તેને ન ફ્કત કેપ્ટનશીપ માથી પરંતુ ટીમમાંથી પણ હટાવવામાં આવ્યો છે. આ વખતે સ્ટીવ સ્મિથ દિલ્હી કેપિટલ્સ તરફથી રમતા જોવા મળશે.