ગુજરાત

gujarat

ETV Bharat / sports

15 Years Of IPL: BCCIએ IPLના 15 વર્ષ પૂર્ણ થતા યાદો કરી તાજી, જૂઓ વીડિયો - BCCI દ્વારા એક વીડિયો શેર

ઈન્ડિયન પ્રીમિયર લીગના 15 વર્ષ (15 Years Of IPL) પૂરા કર્યા બાદ હવે તેનો એક વીડિયો શેર કરવામાં આવ્યો છે. આ વીડિયોમાં ક્રિકેટ ચાહકો IPL ઈતિહાસની (History of IPL) સૌથી ખાસ ક્ષણો જોઈ શકે છે.

IPLના 15 વર્ષ બાદ BCCI દ્વારા એક વીડિયો શેર, IPL ઈતિહાસની સૌથી ખાસ ક્ષણો કેદ
IPLના 15 વર્ષ બાદ BCCI દ્વારા એક વીડિયો શેર, IPL ઈતિહાસની સૌથી ખાસ ક્ષણો કેદ

By

Published : Apr 18, 2022, 8:21 PM IST

હૈદરાબાદઃ આઈપીએલ આ સમયે વિશ્વની સૌથી મોટી ક્રિકેટ લીગ બની ગઈ છે. વિશ્વના દરેક ખેલાડી ચોક્કસપણે એકવાર IPLમાં રમવા માંગે છે. આઈપીએલની પ્રથમ સિઝન (The first season of IPL) આજથી 15 વર્ષ પહેલા રમાઈ હતી.

આ પણ વાંચો:IPL Point Table: GT અને SRH જીતના પાટા પર દોડી રહ્યા છે, જુઓ અન્ય ટીમોની હાલત

BCCI દ્વારા એક વીડિયો શેર: તમને જણાવી દઈએ કે પ્રથમ સીઝનમાં કોલકાતા નાઈટ રાઈડર્સ (KKR)નો સામનો રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર (RCB) સાથે થયો હતો. આવી સ્થિતિમાં IPLના 15 વર્ષ બાદ BCCI દ્વારા એક વીડિયો શેર (Share a video by BCCI) કરવામાં આવ્યો છે. IPLની સૌથી મહત્વની ક્ષણો આ વીડિયોમાં કેદ કરવામાં આવી છે.

IPLના ઈતિહાસની સૌથી ખાસ ક્ષણો: IPL દ્વારા શેર કરવામાં આવેલા વીડિયોમાં ચાહકો IPLના ઈતિહાસની સૌથી ખાસ ક્ષણો જોઈ શકે છે. આ વીડિયોમાં મેક્કુલમની 158 રનની ઈનિંગ અને સચિનની પ્રથમ આઈપીએલ સદી પણ છે. આ વીડિયો IPLની ઓફિશિયલ સાઈટ પર અપલોડ કરવામાં આવ્યો છે.

IPL 2008નું આયોજન: IPLની પ્રથમ સિઝન વર્ષ 2008માં રમાઈ હતી. IPL 2008નું આયોજન 18 એપ્રિલથી 1 જૂન દરમિયાન કરવામાં આવ્યું હતું. પ્રથમ આઈપીએલમાં આઠ ટીમોએ ભાગ લીધો હતો. તે દરમિયાન લીગમાં 59 મેચ રમાઈ હતી.

આ પણ વાંચો:IPL 2022: IPLનો સમાપન સમારોહ ત્રણ વર્ષ પછી યોજાશે

આ વખતે લીગમાં દસ ટીમો: વર્ષ 2008ની ફાઈનલ મેચ નવી મુંબઈના ડીવાય પાટિલ સ્ટેડિયમમાં રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે રમાઈ હતી. ફાઈનલ મેચમાં રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સુપર કિંગ્સને ત્રણ વિકેટે હરાવ્યું હતું. પછી આ સફર ચાલુ રહે છે અને દર વર્ષે યુવા ખેલાડીઓને તેમની પ્રતિભા બતાવવાનો મોકો મળ્યો છે. આ વખતે લીગમાં દસ ટીમો ભાગ લઈ રહી છે. આ વખતે ગુજરાત ટાઇટન્સ અને લખનઉ સુપરજાયન્ટ્સને પ્રથમ વખત લીગમાં રમવાની તક મળી છે.

ABOUT THE AUTHOR

...view details