- IPL-21ની 30મી મેચ પર કોરોનાનું ગ્રહણ
- કેકેઆર ટીમના સભ્યો કોરોના પોઝિટિવ
- મેચ કરવામાં આવી રીશેડ્યુલ
અમદાવાદ: IPL -14માં સીઝનની 30 મી મેચ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે કોલકાતા નાઈટ રાઇડર્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર વચ્ચે રમાવાની હતી, પરંતુ આ મેચ પહેલા ચાહકો માટે એક ખરાબ સમાચાર છે.
ખેલાડીઓ કોરોના પોઝિટિવ
કેકેઆરની ટીમના બે ખેલાડીઓ સંદીપ વોરિયર અને વરૂણ ચક્રવર્તી કોરોનાથી સંક્રમિત થયા છે અને સ્ટાર ફાસ્ટ બોલર પેટ કમિન્સને પણ કોવિડ -19 ના લક્ષણોને કારણે ક્વોરોન્ટાઈનમાં રાખવામાં આવ્યો છે.