ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2021: આજે 'ગુરૂ' અને 'શિષ્ય' વચ્ચે જંગ, RCB પર ભારે પડી શકે છે ધોનીના ધુરંધરો - રૉયલ ચેલેન્જર્સ બેંગ્લો

IPLની 14મી સીઝનની 35મી મેચમાં શુક્રવારના શારજહામાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમો સામસામે ટકરાશે. આરસીબીની ટીમ ગત મેચની ખરાબ હારને ભૂલીને ધોનીની આગેવાનીવાળી સીએસકે સામે લયમાં પાછા ફરવાનો પ્રયત્ન કરશે.

RCB પર ભારે પડી શકે છે ધોનીના ધુરંધરો
RCB પર ભારે પડી શકે છે ધોનીના ધુરંધરો

By

Published : Sep 24, 2021, 5:13 PM IST

  • IPL-14ની 35મી મેચમાં આજે CSK અને RCB ટકરાશે
  • CSK સામે RCBનો ખરાબ રેકોર્ડ, મેક્સવેલ બની શકે છે ગેમચેન્જર
  • મુંબઈને હરાવીને આત્મવિશ્વાસથી ભરપૂર છે ચેન્નાઈની ટીમ

દુબઈ: આઈપીએલની 14મી સીઝનની 35મી મેચમાં શુક્રવારના શારજાહમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની વચ્ચે મુકાબલો થશે. આરસીબીની ટીમ ગત મેચની ખરાબ હારને ભૂલીને ફરી એકવાર લયમાં પાછા ફરવાનો પ્રયત્ન કરશે. ઉલ્લેખનીય છે કે આરસીબી જ્યાં નવેસરથી શરૂઆત કરવા ઉતરશે. તો ચેન્નાઈએ રવિવારના વર્તમાન ચેમ્પિયન મુંબઈ ઇન્ડિયન્સ સામે આત્મવિશ્વાસ વધારે તેવી જીત નોંધાવી હતી.

RCB સામે 17 મેચોમાં ચેન્નાઈનો વિજય

પોઇન્ટ ટેબલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ 8 મેચોમાં 6 જીતની સાથે બીજા સ્થાને છે, જ્યારે આરસીબીએ આટલી જ મેચમાં 5 જીત મેળવી છે અને તે ત્રીજા સ્થાને છે. આઈપીએલમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 28 વાર એકબીજા સામે ટકારઈ ચૂકી છે. આ પહેલા થયેલી 27 મેચોમાં 17માં ચેન્નાઈનો વિજય થયો છે, તો 9 મેચમાં આરસીબી જીતવામાં સફળ રહ્યું છે. જ્યારે એક મેચનું પરિણામ આવ્યું નહોતું.

IPL-2021માં ડુપ્લેસિસ અને મેક્સવેલ શાનદાર ફોર્મમાં

બંને ટીમો વચ્ચે થયેલી મેચમાં સૌથી વધારે અડધી સદી ફટકારવાના મામલે આરસીબીનો કેપ્ટન વિરાટ કોહલી આગળ છે. તેણે કુલ 8 અડધી સદી ફટકારી છે. તો ચેન્નાઈ તરફથી ધોની અને રૈનાએ 4-4 અડધી સદી ફટકારી છે અને તેઓ બીજા નંબરે છે. આઈપીએલ 2021માં બંને ટીમો તરફથી સર્વાધિક રન બનાવનારા ખેલાડીઓની વાત કરીએ તો ચેન્નાઈ તરફથી આ રેકોર્ડ ફાફ ડુપ્લેસિસના નામે છે, ડુપ્લેસિસએ 8 મેચમાં 320 રન બનાવ્યા છે, તો આરસીબી તરફથી મેક્સવેલે 8 મેચમાં 233 રન બનાવ્યા છે.

ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ

મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન), ઋતુરાજ ગાયકવાડ, મોઈન અલી, સુરેશ રૈના, અંબાતિ રાયડૂ, રવિન્દ્ર જાડેજા, ડ્વેન બ્રાવો, શાર્દુલ ઠાકુર, લુંગી એન્ગિડી, દીપક ચાહર, ઇમરાન તાહિર, ફાફ ડુપ્લેસી, રૉબિન ઉથપ્પા, કર્ણ શર્મા, જોશ હેઝલવૂડ, જેસન બેહરેનડોર્ફ, કૃષ્ણપ્પા ગૌતમ, મિશેલ સેન્ટનર, રવિશ્રીનિવાસન, સાઈ કિશોર, હરિ નિશાંત, એન.જગદીશન, ચેતેશ્વર પુજારા, કેએમ આસિફ, હરિશંકર રેડ્ડી અને ભગત વર્મા.

રૉયલ ચેલેન્જર્સ બેંગ્લોરની ટીમ

વિરાટ કોહલી (કેપ્ટન), નવદીપ સૈની, ગ્લેન મેક્સવેલ, ડેન ક્રિસ્ટિયન, રજત પાટીદાર, દુષ્મંથા ચમીરા, પવન દેશપાંડે, મોહમ્મદ સિરાજ, હર્ષલ પટેલ, મોહમ્મદ અઝહરુદ્દીન, સચિન બેબી, વાનિંદુ હસારંગા, જોર્જ ગાર્ટન, યુઝવેન્દ્ર ચહલ, શાહબાઝ અહમદ, દેવદત્ત પડિક્કલ, કાઇલ જેમિન્સન, સુયશ પ્રભુદેસાઈ, કેએસ ભરત, ટિમ ડેવિડ, આકાશદીપ અને એબી ડિવિલિયર્સ.

આ પણ વાંચો: ટી-20 વર્લ્ડ કપનું ધમાકેદાર એન્થમ લોન્ચ, વિરાટ અને રાશિદ જોવા મળ્યા નવા અવતારમાં

આ પણ વાંચો: કોચ રવિ શાસ્ત્રીએ એવું તો શું કહ્યું હતું કે વિરાટ કોહલીએ છોડી દીધી કેપ્ટનશિ

ABOUT THE AUTHOR

...view details