નવી દિલ્હીઃ IPLની 42મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેન ટિમ ડેવિડે શાનદાર પ્રદર્શન કર્યું હતું. તેણે છેલ્લી ઓવરમાં સતત 3 સિક્સ ફટકારીને મુંબઈને જીત અપાવી હતી. ઈન્ડિયન પ્રીમિયર લીગે તેના સત્તાવાર ટ્વિટર હેન્ડલ પરથી એક વીડિયો શેર કર્યો છે. જેમાં ટિમ ડેવિડ અને તિલક વર્મા વાત કરતા જોવા મળી રહ્યા છે. મેચ દરમિયાન ટીમ ડેવિડે શું પ્લાનિંગ કર્યું હતું કે ટીમ મેચ જીતી ગઈ. ટિમ ડેવિડે આ વિશે જણાવ્યું છે. બંને ખેલાડીઓએ મેચમાં પોતાનો અનુભવ શેર કર્યો હતો.
આ પણ વાંચો:Yashasvi Jaiswal: ઐતિહાસિક મેચમાં રચ્યો ઈતિહાસ, IPLમાં બનાવ્યો સૌથી મોટો સ્કોર
ડેવિડ 14 બોલમાં 45 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો: આ વીડિયોમાં ટિમ ડેવિડે કહ્યું હતું કે, IPLમાં રવિવારે રાજસ્થાન રોયલ્સ સામે છેલ્લી ઓવરમાં 3 સિક્સર ફટકાર્યા બાદ તે અદ્દભૂત અનુભવ મહેસૂસ કરી રહ્યો છે. મેચની છેલ્લી ઓવરમાં તે મેચને રોમાંચક રીતે સમાપ્ત કરવા માંગતો હતો. પહેલા યશસ્વી જયસ્વાલે 62 બોલમાં 124 રન ફટકારીને રાજસ્થાન રોયલ્સનો સ્કોર 7 વિકેટે 212 રન સુધી પહોંચાડ્યો હતો. ત્યાર બાદ મુંબઈ ઈન્ડિયન્સના બેટ્સમેનોમાં સૂર્યકુમારે 29 બોલમાં 55 રન અને કેમરન ગ્રીને 26 બોલમાં 44 રનની ધમાકેદાર ઈનિંગ રમી હતી. આ સિવાય ટિમ ડેવિડ આતિશી બેટિંગ દરમિયાન 14 બોલમાં 45 રન બનાવીને નોટઆઉટ રહ્યો હતો. તેણે સતત 3 છગ્ગા ફટકારીને મુંબઈને 3 બોલ બાકી રાખીને જીત અપાવી હતી.
આ પણ વાંચો:MS Dhoni: પૂર્વ ભારતીય ક્રિકેટરે ધોનીને ચતુર ક્રિકેટર અને કેપ્ટન કેમ કહ્યો, જાણો
કિરોન પોલાર્ડની મોટી ભૂમિકા: ટિમ ડેવિડે જણાવ્યું કે, મુંબઈ ઈન્ડિયન્સને છેલ્લી ઓવરમાં 17 રનની જરૂર હતી. આ કારણે ડેવિડે શાનદાર રીતે ઇનિંગ્સની શરૂઆત કરી હતી. તેણે જેસન હોલ્ડરે ફેંકેલા પ્રથમ બોલ પર લોંગ ઓફ ઓવરમાં ફ્લેટ સિક્સર ફટકારી હતી. આ પછી, તેણે બોલને ડીપ મિડ-વિકેટ પર સ્ટેન્ડમાં મોકલ્યો હતો. પછીના બોલ પર ફરીથી સિક્સર ફટકારી હતી. ટિમ ડેવિડે કહ્યું કે 'છગ્ગા મારવાનું ક્યારેય સરળ નથી હોતું, તેણે આ કૌશલ્ય વિકસાવવા માટે ઘણી મહેનત કરી છે. તેની તાલીમમાં બેટિંગ કોચ કિરોન પોલાર્ડની મોટી ભૂમિકા હતી.