- વિનીંગ શોટ બાદ દિકરી રડવાનુ રોકી ન શકી
- ધોનીએ હારના જડબામાંથી વિજય છીનવી લીધો
- CSKની મુશ્કેલીના સમયે સ્પષ્ટ માયુશી જોવા મળતી હતી
હૈદરાબાદ: ચેન્નાઇ સુપર કિંગ્સે રવિવારે દુબઇમાં દિલ્હી કેપિટલ્સને હરાવીને ઇન્ડિયન પ્રીમિયર લીગ 2021ની ફાઇનલમાં પ્રવેશ કરી લીધો છે. પ્રથમ ક્વોલિફાયરમાં મહેન્દ્ર સિંહ ધોનીની આગેવાની હેઠળની ટીમે જીત મેળવી હતી. ધોનીએ ચોગ્ગો ફટકારીને પોતાની ટીમને ટાઇટલ મેચ સુધી પહોંચાડી દીધી છે. મેચ બાદ ધોનીએ આવું કામ કર્યું કે જેના પછી ફેન્સ સોશિયલ મીડિયા પર તેની ઘણી પ્રશંસા કરી રહ્યા છે.
લાગણીશીલ ક્ષણ સર્જાણી
ધોનીએ આ મેચમાં વિનિંગ ફોર ફટકારીને મેચ પૂરી કરી કે તરત જ દુબઈ સ્ટેડિયમમાં હાજર રહેલી એક નાનકડી છોકરીએ તેની માતાને ગળે લગાવીને રડવા લાગી હતી. આ છોકરીનો રડવાનો વીડિયો સોશિયલ મીડિયા પર ખુબ વાયરલ થઈ રહ્યો છે. મેચ દરમિયાન આ છોકરી સંપૂર્ણ ઉત્સાહ સાથે CSKને સપોર્ટ કરતી જોવા મળી હતી. જ્યારે CSKની ટીમ મુશ્કેલીમાં હતી ત્યારે આ છોકરીના ચહેરા પર તણાવ સ્પષ્ટ દેખાતો હતો, પરંતુ ધોનીએ ચોગ્ગો ફટકારીને ટીમને જીત અપાવી કે આ છોકરી પોતાને રડતા રોકી શકી નહીં.
ધોનીએ છોકરીને ભેટ આપી