અમદાવાદ:ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ક્વોલિફાયર 2 આજે મુંબઈ ઈન્ડિયન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર 2માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ MI vs GT સામે ટકરાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 233 રનનો કુલ સ્કોર બનાવ્યો હતો. જેમાં સુબમિન ગિલે આઈપીએલની સીઝનની ત્રીજી સેન્ચુરી કરીને 129 રન બનાવ્યા હતા. ટાઈટન્સના ટાર્ગેટને એચિવ કરે તે પહેલા મુંબઈ ઈન્ડિયન્સ 18.2 ઓવરમાં જ 171 રન બનાવીને ઓલઆઉટ થયું હતું. આમ ગુજરાત ટાઈટન્સની 62 રને ભવ્ય જીત થઈ હતી. તેની સાથે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
28 મે, 2023ને રવિવારે ફાઈનલઃ અમદાવાદના મોદી સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે આઈપીએલ 2023ની સીઝનની ફાઈનલ રમાશે. ગુજરાત ટાઈટન્સના હોમ ગ્રાઉન્ડ પર મુકાબલો થશે. અને મોદી સ્ટેડિયમની 1.25 લાખથી વધુ પ્રેક્ષકોની છે, હવે ગુજરાત ટાઈટન્સ ફાઈનલમાં પ્રવેશતાં મોદી સ્ટેડિયમાં ખીચોખીચ ભરાઈ જશે. અને ટિકિટના પણ કાળાબજાર થવાની સંભાવના વધી છે.
GTની બેટિંગઃવૃદ્ધિમાન સાહા (વિકેટ કિપર) 16 બોલમાં 3 ચોક્કા સાથે 18 રન બનાવ્યા હતા. શુબમન ગિલ 60 બોલમાં 7 ચોક્કા ને 10 સિક્સ ફટકારીને 129 રન બનાવ્યા હતા. સાંઈ સુદર્શન 31 બોલમાં 5 ચોક્કા ને 1 સિક્સ મારીને 43 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા (કેપ્ટન) 13 બોલમાં 2 ચોક્કા ને 2 સિક્સ ફટકારીને 28 રન કર્યા હતા. રાશિદ ખાન 2 બોલ રમીને 5 રન કર્યા હતા. ટીમને 10 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 233 રનનો હાઈસ્કોર બનાવ્યો હતો.
MIની બોલીંગઃજેશન બેહરન્ડ્રોફ 4 ઓવરમાં 28 રન આપ્યા હતા. કેમરોન ગ્રીન 3 ઓવરમાં 35 રન આપ્યા હતા. આકાશ મધવાલ 4 ઓવરમાં 52 રન આપી 1 વિકેટ લીધી હતી. ક્રિસ જોર્ડન 4 ઓવરમાં 56 રન આપ્યા હતા. પિયુષ ચાવલા 3 ઓવરમાં 45 રન આપી 1 વિકેટ ઝડપી હતી. કુમાર કાર્તિકેય 2 ઓવરમાં 15 રન આપ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગઃ રોહિત શર્મા(કેપ્ટન) 7 બોલમાં 8 રન કર્યા હતા. નેહલ વાધેરા 3 બોલમાં 4 રન અને કેમરોન ગ્રીન 20 બોલમાં 30 રન કર્યા હતા. સૂર્યાકુમાર યાદવ 38 બોલમાં 7 ચોક્કા ને 2 સિક્સ ફટકારીને 61 રન બનાવ્યા હતા. વિષ્ણુ વિનોદ 7 બોલમાં 5 રન, તિલક વર્મા 14 બોલમાં 5 ચોક્કા ને 3 સિક્સ ફટકારીને 43 રન, ટિમ ડેવિડ 3 બોલમાં 2 રન, ક્રિસ જોર્ડન 5 બોલમાં 2 રન, પિયુષ ચાવલા 2 બોલમાં શૂન્ય રન, કુમાર કાર્તિકેય 7 બોલમાં 6 રન અને જેશન બેહરેન્ડ્રોફ 5 બોલમાં 3 રન (નોટઆઉટ) બનાવ્યા હતા. ટીમને 7 રન એકસ્ટ્રા મળ્યા હતા. મુંબઈ ઈન્ડિયન્સ 18.2 ઓવરમાં 171 રનમાં જ ઓલઆઉટ થઈ ગયું હતું અને 62 રને હારી ગયું હતું.
ગુજરાત ટાઈટન્સની બોલીંગઃ મોહંમદ સામી 3 ઓવરમાં 41 રન આપી 2 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા (કેપ્ટન) 2 ઓવરમાં 24 રન આપ્યા હતા. રાશિદ ખાન 4 ઓવરમાં 33 રન આપી 2 વિકેટ લીધી હતી. નૂર અહેમદ 4 ઓવરમાં 35 રન આપ્યા હતા. જોસુઆ લિટલ 3 ઓવરમાં 26 રન આપી 1 વિકેટ લીધી હતી. મોહિત શર્મા 2.2 ઓવરમાં 10 રન આપી 5 વિકેટ ઝડપી હતી.