અમદાવાદ- ગુજરાત ટાઈટન્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચેની આજની મેચ ખૂબ મહત્વની હતી. ગુજરાત ટાઈટન્સે પ્રથમ બેટિંગ કરતાં 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 135 રન બનાવ્યા હતા. લખનઉને મેચ જીતવા માટે 136 રનનોટાર્ગેટ આપ્યો હતો. જો કે તેના જવાબમાં લખનઉ સુપર જાયન્ટ્સ 20 ઓવરમાં 7 વિકેટના નુકસાને માત્ર 128 રન જ બનાવી શક્યું હતું. અને 7 રનથી ગુજરાત ટાઈટન્સ જીતી ગયું હતું. આમ પોઈન્ટ્સ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ આગળ નીકળી ગયું હતું. આજની મેચ ખૂબ જ રોમાંચક રહી હતી.
જીતના હીરોઃ આજની મેચના હીરો હતા હાર્દિક પંડ્યા કે જેમણે 50 બોલમાં 66 રન બનાવ્યા હતા. જ્યારે ગુજરાત ટાઈટન્સના બોલર મોહિત શર્મા છેલ્લી ઓવરમાં 2 વિકેટ ઝડપી હતી અને તેમની છેલ્લી ઓવરમાં બે રન આઉટ થયા હતા. આમ મોહિત શર્માની બોલીંગમાં જ ચાર વિકેટ પડી ગઈ હતી. છેલ્લી ઓવરમાં મોહિત શર્માની બોલીંગ સામે લખનઉના એકપણ બેટ્સમેન રમી શક્યા ન હતા.
ગુજરાત ટાઈટન્સની બેટિંગઃ સાહા(વિકેટ કિપર) 37બોલમાં 47 રન, શુભમન ગિલ 2 બોલમાં શૂન્ય રન, હાર્દિક પંડ્યા(કેપ્ટન) 50 બોલમાં 66 રન, અભિનવ મનોહર 5 બોલમાં 3 રન, વિજય શંકર 12 બોલમાં 10 રન, મિલર 12 બોલમાં 6 રન અને રાહુલ તેવટિયા 2 બોલમાં 2 રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને એલબીનો 1 રન એકસ્ટ્રા મળ્યો હતો. આમ ગુજરાત ટાઈટન્સનો કુલ સ્કોર 6 વિકેટ ગુમાવીને 135 રન રહ્યો હતો.
લખનઉ સુપર જાયન્ટ્સની બોલીંગઃ નવીન ઉલ હક 4 ઓવરમાં 19 રન આપી 1 વિકેટ લીધી હતી. કૃનાલ પંડ્યા 4 ઓવરમાં 16 રન આપી 2 વિકેટ લીધી હતી. અવેશ ખાન 3 ઓવરમાં 21 રન આપ્યા હતા. રવિ બિશ્નોઈ 4 ઓવરમાં 49 રન આપ્યા હતા. સ્ટોઈનિસ 3 ઓવરમાં 20 રન આપી 2 વિકેટ ઝડપી હતી અને અમિત મિશ્રા 2 ઓવરમાં 9 રન આપી 1 વિકેટ લીધી હતી.
લખનઉ સુપર જાયન્ટ્સની બેટિંગઃ કેએલ રાહુલ(કેપ્ટન) 61 બોલમાં 8 ચોક્કા સાથે 68 રન માર્યા હતા. કાયલ માયર્સ 19 બોલમાં 24 રન, કૃનાલ પંડ્યા 23 બોલમાં 23 રન, નિકોલસ પુરન(વિકેટ કિપર) 7 બોલમાં એક રન, અયુષ બડોની 6 બોલમાં 8 રન, માર્કસ સ્ટોઈનિસ 1 બોલમાં શૂન્ય રન, દીપક હૂડા 2 બોલમાં 2 રન, પ્રેરક માંકડ શૂન્ય બોલમાં શૂન્ય રન(નોટ આઉટ) અને રવિ બિશ્નોઈ 1 બોલમાં શૂન્યરન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને એલબીનો 1 અને વાઈડનો 1 રન મળીને કુલ 2 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ લખનઉ સુપર જાયન્ટ્સ 20 ઓવરમાં 7 વિકેટ ગુમાવીને માત્ર 128 રન જ કરી શક્યું હતું.
ગુજરાત ટાઈટન્સની બોંલીંગઃમોહમદ શામી 3 ઓવર 1 મેઈડન 18 રન આપ્યા હતા. જયંત યાદવ 4 ઓવરમાં 26 રન આપ્યા હતા. રાશિદ ખાન 4 ઓવરમાં 33 રન આપી 1 વિકેટ લીધી હતી. મોહિત શર્મા 3 ઓવરમાં 17 રન આપી 2 વિકેટ લીધી હતી. નૂર અહેમદ 4 ઓવરમાં 18 રન આપી 2 વિકેટ લીધી હતી. હાર્દિક પંડ્યા 1 ઓવરમાં 7 રન અને રાહુલ તેવટિયા 1 ઓવરમાં 8 રન આપ્યા હતા.
પોઈન્ટ્સ ટેબલ (IPL 2023Points Table )આજની મેચના પરિણામ પછી પ્રથમ નંબરે રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ, બીજા નંબરેલખનઉ સુપર જાયન્ટ્સ 8 પોઈન્ટ, ત્રીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 8 પોઈન્ટ, ચોથાનંબરે ગુજરાત ટાઈટન્સ 8 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સે બેગ્લુરુ 6પોઈન્ટ હતા. મુંબઈ ઈન્ડિયન્સ 6 પોઈન્ટ, પંજાબ કિંગ્સ 6 પોઈન્ટ, કોલકત્તા નાઈટરાઈડર્સ 4 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 2 પોઈન્ટ હતા.
LSG vs GT IPL 2023 LIVE Score : 5મી ઓવર પછી ગુજરાત ટાઇટન્સનો સ્કોર 28/1
ગુજરાત ટાઇટન્સ તરફથી રિદ્ધિમાન સાહા અને કેપ્ટન હાર્દિક પંડ્યા બેટિંગ કરી રહ્યા છે. રિદ્ધિમાન 18 બોલમાં 24 અને હાર્દિક 7 બોલમાં 4 રન બનાવીને ક્રિઝ પર હાજર છે. આ સાથે ગુજરાતની ટીમનો સ્કોર 5મી ઓવરમાં 1 વિકેટ ગુમાવીને 28 રન છે. લખનૌ તરફથી અવેશ ખાન 5મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો છે.
LSG vs GT IPL 2023 LIVE Score : ત્રીજી ઓવર પછી ગુજરાત ટાઇટન્સનો સ્કોર 20/1