ગુજરાત

gujarat

ETV Bharat / sports

TATA IPL 2023 GT vs RR: અમદાવાદમાં આજે રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઈટસની જામશે ટક્કર - રાજસ્થાન રૉયલ્સ અને ગુજરાત ટાઈટસની જામશે ટક્કર

અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે આજ સાંજે 7:30 કલાકે ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાલ રોયલ્સ વચ્ચે IPL 2023ની 23 મેચ રમાશે. આજની મેચ ખૂબ રોમાંચક થાય તેવી પુરેપુરી સંભાવના છે. વર્તમાન સીઝનમાં બંને ટીમ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગમાં મજબૂત જોવા મળી રહી છે.

TATA IPL 2023 GT vs RR
TATA IPL 2023 GT vs RR

By

Published : Apr 16, 2023, 3:14 PM IST

Updated : Apr 16, 2023, 3:21 PM IST

ગુજરાત કે રાજસ્થાન કોણ બાજી મારશે

અમદાવાદ:TATA IPL 2023 શાનદાર શરૂઆત થઈ છે. આ વખત IPL ભારતીય ખેલાડીની બોલબાલા જોવા મળી રહ્યા છે. IPL 2023માં સૌથી વધુ વિકેટ અને સૌથી વધુ રન બનાવવામાં પણ ભારતીય ખેલાડી મોખરે જોવા મળી રહ્યા છે. આજે IPL બે મજબૂત ટીમ મેચ જોવા મળશે.બંને ટીમ ફૉર્મ હોવાથી હાઇસ્કોરિંગ મેચ જોવા મળશે.

રસપ્રદ મુકાબલો:અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ IPL 2023ની 23 મેચ ગુજરાત ટાઈટન્સ અને રાજસ્થાન રોયલની સામે રમવા જઇ રહી આ બંને ટીમ વર્તમાન સિઝનની સૌથી શ્રેષ્ઠ ટીમ પણ માનવામાં આવી રહી છે. જેમાં ગુજરાત ટાઇન્સ પોતાના 4 મેચમાંથી 3 મેચમાં જીત જ્યારે 1 માં હાર સામનો કરવો પડ્યો છે. રાજસ્થાન પણ પોતાની 4 મેચમાંથી 3માં જીત અને 1 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આજની મેચમાં જે ટીમ જીતશે તે પોઇન્ટ ટેબલ પર ટોપનું સ્થાન મેળવશે.

બન્ને મજબૂત ટીમ:વર્તમાન સીઝનમાં બંને ટીમ બેટિંગ, બોલિંગ અને ફિલ્ડીંગમાં મજબૂત જોવા મળી રહી છે. રાજસ્થાન પાસે જોશ બટલર, યસસ્વી જયસ્વાલ, સંજુ સેમસન જેવા બેટર જયારે યુઝવેન્દ્ર ચહલ, રવિચન્દ્ર અશ્વિન, એડમ ઝમ્પ જેવા બોલર છે. જયારે ગુજરાત ટાઇન્સ પાસે શુભમન ગિલ, વૃદ્ધિમાન સાહા, ડેવિડ મિલર, હાર્દિક પંડયા જેવા વિસ્ફોટક બેટર અને શામી, રશીદ ખાન જેવા બોલર પણ જોવા મળી રહ્યા છે.

આ પણ વાંચોVirat Kohli Avoid Handshake : કોહલીએ દાદાને બતાવ્યા તેવર, જાણો પછી શું થયું

ગુજરાત ટાઇટન્સનું પલડું ભારે: વર્તમાન સીઝનમાં બંને ટીમ પોતાની 4 મેચમાંથી 3 મેચ જીતી છે. જયારે ગત વર્ષની સીઝનમાં રાજસ્થાન રાયલ્સ અને ગુજરાત ટાઈટન્સ 3 મેચ રમાઈ હતી જેમાં ગુજરાત ટાઈટન્સનો વિજય થયો હતો. 2022માં IPLની ફાઇનલ મેચમાં આજ મેદાન પર રાજસ્થાન રોયલ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે મેચ રમાઈ હતી જેમાં રાજસ્થાન રોયલને 7 વિકેટે હરાવી ગુજરાત ટાઈટન્સ પોતાની પ્રથમ સિઝનમાંજ ચેમ્પિયન બની હતી. આજ અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમની પીચ બેટીંગપીચ હોવાના કારણે ટોસની ભૂમિકા પણ મહત્વની રહેશે જેમાં જે પણ ટીમ ટોસ જીતશે તે પ્રથમ બોલિંગ પસંદ કરશે.

આ પણ વાંચોJasprit Bumrah : જો બુમરાહ ટીમમાં પરત ફરશે તો, આ ખેલાડીની પીઠની થશે સર્જરી

Last Updated : Apr 16, 2023, 3:21 PM IST

ABOUT THE AUTHOR

...view details