ગુજરાત

gujarat

ETV Bharat / sports

Suryakumar Yadav Best Six : સૂર્યાની થર્ડ મેન પરની સિક્સર જોઈને સચિન પણ થઈ ગયા આશ્ચર્યચકિત, જુઓ વીડિયો

ગુજરાત ટાઇટન્સ સામેની મેચમાં સૂર્યકુમાર યાદવે મોહમ્મદ શમીને થર્ડ મેન પર સિક્સ ફટકારી, જેને જોઈને સચિન તેંડુલકર પણ દંગ રહી ગયો. સચિને પણ ટ્વિટ કરીને આ શોટ અંગે પોતાની પ્રતિક્રિયા આપી છે.

Etv BharatSuryakumar Yadav Best Six
Etv BharatSuryakumar Yadav Best Six

By

Published : May 13, 2023, 3:40 PM IST

નવી દિલ્હીઃIPLમાં હવે દરેક મેચમાં સૂર્યાના બેટમાંથી રન નીકળી રહ્યા છે. આ સિઝનની શરૂઆતમાં તે ખરાબ ફોર્મમાંથી પસાર થઈ રહ્યો હતો, પરંતુ કહેવાય છે કે, સારા બેટ્સમેનનું ફોર્મ ખરાબ હોઈ શકે છે, તેની ટેકનિક નહીં. ગુજરાત ટાઇટન્સ સામે રમાયેલી IPL 2023ની 57મી મેચમાં સૂર્યકુમાર યાદવે તેની પ્રથમ IPL સદી ફટકારી હતી. સૂર્યાએ માત્ર 49 બોલમાં 11 ચોગ્ગા અને 6 છગ્ગાની મદદથી 103 રનની અણનમ ઇનિંગ રમી હતી. આ ઇનિંગમાં તેણે થર્ડ મેન પર આશ્ચર્યજનક શોટ રમીને ગુજરાત ટાઇટન્સના ફાસ્ટ બોલર મોહમ્મદ શમીને સિક્સર ફટકારી હતી, જેને જોઇને ક્રિકેટના ભગવાન કહેવાતા માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર પણ દંગ રહી ગયા હતા.

સૂર્યાના છગ્ગા પર સચિનની પ્રતિક્રિયાનો વીડિયો વાયરલ:સૂર્યાનો આ શોર્ટ જોઈને શમી પોતે પણ આશ્ચર્યચકિત થઈ ગયો હતો. તે જ સમયે મુંબઈ ઈન્ડિયન્સના ડગઆઉટમાં બેઠેલા સચિન તેંડુલકર પણ સૂર્યાની આ સિક્સ જોઈને દંગ રહી ગયા હતા અને તે હાથથી તેના શોટની નકલ કરતા જોવા મળ્યા હતા. સૂર્યાના આ સિક્સર બાદ સચિન તેંડુલકરની પ્રતિક્રિયાનો વીડિયો સોશિયલ મીડિયા પર જોરદાર વાયરલ થઈ રહ્યો છે.

સચિને ટ્વીટ કરીને સૂર્યાના આ શોટના વખાણ કર્યા: સૂર્યાના આ શોટથી માસ્ટર બ્લાસ્ટર સચિન તેંડુલકર એટલો પ્રભાવિત થયો હતો કે, તેણે ટ્વીટ કરીને આ શોટ પર પોતાની પ્રતિક્રિયા આપી હતી કે, દુનિયાના ઘણા બેટ્સમેન આ શોટ રમી શકતા નથી. સૂર્યકુમાર યાદવ અને મોહમ્મદ શમીને ટેગ કરતાં સચિન તેંડુલકરે ટ્વીટ કર્યું, 'આજે સાંજે સૂર્યના પ્રકાશથી આકાશ ઝળહળી ઊઠ્યું! તેણે આખી ઈનિંગ દરમિયાન શાનદાર શોટ્સ રમ્યા હતા પરંતુ મારા માટે જે સિક્સર હતી તે મોહમ્મદ શમીની ઓવરમાં સૂર્યાએ થર્ડ મેન પર ફટકારેલી સિક્સર હતી. જે રીતે તેણે બ્લેડ વડે તે એંગલ બનાવવા માટે બેટનો ચહેરો ખોલ્યો, તે કરવું ખૂબ જ મુશ્કેલ છે અને વિશ્વ ક્રિકેટમાં ઘણા બેટ્સમેન તે શોટ રમી શકતા નથી.

ABOUT THE AUTHOR

...view details