નવી દિલ્હીઃ પૂર્વ ભારતીય ખેલાડી સુરેશ રૈનાએ ઈન્ડિયન પ્રીમિયર લીગમાંથી મહેન્દ્ર સિંહ ધોનીની નિવૃત્તિ અંગેની અટકળો પર પૂર્ણવિરામ મૂક્યું છે. સુરેશ રૈનાએ એક ઈન્ટરવ્યુમાં ધોની સાથે વાત કર્યા બાદ આ વાતનો ખુલાસો કર્યો છે. ઓગસ્ટ 2020 માં આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાંથી નિવૃત્તિ લીધી ત્યારથી ચેન્નાઈ સુપર કિંગ્સના કેપ્ટન એમએસ ધોનીનું ભાવિ તીવ્ર ચર્ચાનો વિષય છે. આવી સ્થિતિમાં એવી અટકળો લગાવવામાં આવી રહી છે કે IPL 2023ની 16મી સિઝન ધોની માટે છેલ્લી હોઈ શકે છે. હવે ધોનીએ પોતે IPLમાંથી સંન્યાસ લેવાનો સંકેત આપ્યો છે.
સુરેશ રૈનાએ ધોનીના વખાણ કરતા કહ્યું કે:ભારતના ભૂતપૂર્વ ક્રિકેટર અને ચેન્નાઈ સાથે 4 વખતના IPL વિજેતા સુરેશ રૈનાએ ખુલાસો કર્યો છે કે, ધોનીએ હવે IPLમાંથી નિવૃત્તિ લેવાની વાત કરી છે. તેણે કહ્યું કે તે IPL ટ્રોફી જીત્યા બાદ વધુ એક વર્ષ રમવા માંગે છે. આના પર સુરેશ રૈનાએ ધોનીના વખાણ કરતા કહ્યું કે 'તમે જોઈ શકો છો કે ઘણા ખેલાડીઓ તેની પાસેથી ઘણું શીખી રહ્યા છે. પરંતુ તે તેનો નિર્ણય છે કે તે કેવી રીતે અનુભવે છે કે તેનું શરીર કેવી રીતે કાર્ય કરે છે. તેના આધારે ધોની પોતાનું ભવિષ્ય નક્કી કરશે. મેં તેની સાથે વિતાવેલા સમયના આધારે, મને લાગે છે કે તેણે વધુ એક વર્ષ રમવું જોઈએ.