નવી દિલ્હીઃTATA IPLની આજે હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં SRH અને MI વચ્ચે સિઝનની 25મી મેચ રમાઇ હતી. જેમાં પ્રથમ બેટીંગ કરતા મુંબઇની ટીમે 20 ઓવરમાં 5 વિકેટે 192 રન બનાવ્યા હતા અને હૈદરાબાદને જીતવા માટે 193 રનનો લક્ષ્યાંક આપ્યો છે. જો કે સનરાઈઝર્સ હૈદરાબાદ આ ટાર્ગેટને એચિવ કરી શકી ન હતી. હૈદરાબાદ 19.5 ઓવરમાં 178 રન જ બનાવી શક્યું હતું અને ટીમ ઑલઆઉટ થઈ ગઈ હતી. અર્જુન તેંડુલકરે આજે બોલીંગ નાંખી હતી, 2.5 ઓવરમાં 18 રન આપી એક વિકેટ ઝડપી હતી. ત્યારે મેદાનમાં અર્જુન તેંડુલકરને મુંબઈ ઈન્ડિયન્સની ટીમે શુભેચ્છાઓનો વરસાદ વરસાવ્યો હતો.
MI બેટીંગ : મુંબઇએ પ્રથમ બેટીંગ કરતા 20 ઓવરમાં 192 રન બનાવ્યા હતા. જેમાં રોહિત શર્માએ 28 રન, ઇશાન કિશાને 38 રન, કેમરોન ગ્રીન 64 રન(અણનમ), સુર્યાકુમાર યાદવ 7 રન, તિલક વર્માએ 37 રન અને ટીમ ડેવિડે 16 રન બનાવ્યા હતા.
SRH બેટીંગ :ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરી રહેલ હૈદરાબાદની ટીમે 20 ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી. જેમાં ભુવનેશ્વર કુમારે 4 ઓવરમાં 1 વિકેટ, માર્કો જોનસેનએ 4 ઓવરમાં 2 વિકેટ, વોશિંગટન સુંદરએ 4 ઓવરમાં 0 વિકેટ, ટી નટરાજનએ 4 ઓવરમાં 1 વિકેટ અને મયંક અગ્રવાલએ 4 ઓવરમાં 0 વિકેટ ઝડપી હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગઃ હેરી બ્રૂક 7 બોલમાં 9 રન, મયંક અગ્રવાલ 41 બોલમાં 48 રન, રાહુલ ત્રિપાઠી 5 બોલમાં 7 રન, એઈડન માર્કરામ(કેપ્ટન) 17 બોલમાં 22 રન, અભિષેક શર્મા 2 બોલમાં 1 રન, હીનરિચ કલાસેન(વિકેટ કિપર) 16 બોલમાં 36 રન, અબ્દુલ સમદ 12 બોલમાં 9 રન, માર્કો જેનસન 6 બોલમાં 13 રન, વોશિંગ્ટન સુંદર 6 બોલમાં 10 રન, ભુવનેશ્વર કુમાર 5 બોલમાં 2 રન અને મયંક માર્કેન્ડે 2 બોલમાં 2 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 19 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 19.5 ઓવરમાં 10 વિકેટ ગુમાવીને 178 રનનો સ્કોર બન્યો હતો.
મુંબઈ ઈન્ડિયન્સની બોલીંગઃ સચીન તેંડુલકરના પુત્ર અર્જુન તેંડુલકર 2.5 ઓવરમાં 18 રન આપી 1 વિકેટ ઝડપી હતી. જેસન બેરેન્ડ્રોફ 4 ઓવરમાં 37 રન આપી 2 વિકેટ લીધી હતી. રીલે મેરેડીથ 4 ઓવરમાં 33 રન આપી 2 વિકેટ લીધી હતી. ઋતિક શોકીન 1 ઓવરમાં 12 રન આપ્યા હતા. પિયુષ ચાવલા 4 ઓવરમાં 43 રન આપી 2 વિકેટ ઝડપી હતી. કેમરોન ગ્રીન 4 ઓવરમાં 29 રન આપી 1 વિકેટ લીધી હતી.
પોઈન્ટ્સ ટેબલ (IPL 2023 Points Table)આજની મેચના પરિણામ પછી પ્રથમ નંબરે રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ, બીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 6 પોઈન્ટ, ત્રીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 6 પોઈન્ટ, ચોથા નંબરે ગુજરાત ટાઈટન્સ 6 પોઈન્ટ અને પાંચમાં નંબરે પંજાબ કિંગ્સ 6 પોઈન્ટ હતા. મુંબઈ ઈન્ડિયન 6 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 4 પોઈન્ટ, રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 4 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ શૂન્ય પોઈન્ટ હતા.