હૈદરાબાદ: TATA IPLની 34મી મેચ હૈદરાબાદના રાજીવ ગાંધી ઇન્ટરનેશનલ સ્ટેડિયમમાં DC અને SRH વચ્ચે રમાઇ રહી હતી. જેમાં દિલ્હીએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. તેમની ટીમની શરુઆતની 5 વિકેટ જલદી પડી ગઇ હતી. દિલ્હીએ 20 ઓવરમાં 9 વિકેટે 144 રન બનાવ્યા હતા. તેના જવાબમાં સનરાઈઝર્સ હૈદરાબાદે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 137 રન બનાવ્યા હતા. ભારે રસાકસી વચ્ચે દિલ્હી કેપિટલ્સના બોલર સામે હૈદરાબાદના બેટ્સમેન રમી શક્યા ન હતા. અને દિલ્હી કેપિટલ્સે 7 રને જીત મેળવી હતી.
DC બેટીંગ :દિલ્હીએ પ્રથમ બેટીંગ કરતા 9 વિકેટે 144 રન બનાવ્યા હતા. જેમાં ડેવિડ વોર્નરએ 21 રન, ફિલિપએ 0 રન, મિચેલ માર્ષએ 34 રન, અમન ખાનએ 4 રન, અક્ષર પટેલએ 34 રન, રિપલ પટેલએ 5 રન, નોર્ટજએ 2 રન, કુલદિપ યાદવએ 4 રન(અણનમ) અને ઇશાંત શર્માએ 1 રન(અણનમ) બનાવ્યો હતો.
SRH બોલિંગ :સનરાઇઝર્સ હૈદરાબાદએ પ્રથમ બોલિંગ કરતા 20 ઓવરમાં 9 વિકેટ ઝડપી હતી. જેમાં ભુવનેશ્વર કુમારએ 4 ઓવરમાં 2 વિકેટ, માર્કો જાનસેનએ 2 ઓવરમાં 0 વિકેટ, સુંદરએ 4 ઓવરમાં 3 વિકેટ, નટરાજનએ 3 ઓવરમાં 1 વિકેટ, મયંકએ 4 ઓવરમાં 0 વિકેટ, મલિકએ 2 ઓવરમાં 0 વિકેટ અને માર્કરમે 1 ઓવરમાં 0 વિકેટ ઝડપી હતી.
સનરાઈઝર્સ હૈદરાબાદની બેટિંગઃ હેરી બ્રૂક 14 બોલમાં 7 રન, મયંક અગ્રવાલ 39 બોલમાં 49 રન, રાહુલ ત્રિપાઠી 21 બોલમાં 15 રન, અભિષેક શર્મા 5 બોલમાં 5 રન, એઈડન માર્કરામ(કેપ્ટન) 5 બોલમાં 3 રન, હેઈનરિચ ક્લાસીન(વિકેટ કિપર) 19 બોલમાં 31 રન, વોશિંગ્ટન સુંદર 15 બોલમાં 24 રન(નોટ આઉટ) અને માર્કો જેસનન 3 બોલમાં 2 રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને નો બોલનો 1 રન એકસ્ટ્રા મળ્યો હતો. આમ જીતવા માટે 145 રનના ટાર્ગેટ સામે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 137 રન બની શક્યા હતા.
દિલ્હી કેપિટલ્સની બોલીંગઃ ઈશાંત શર્મા 3 ઓવરમાં 18 રન આપી 1 વિકેટ લીધી હતી. અનરિચ નોર્ટિજે 4 ઓવરમાં 33 રન આપી 2 વિકેટ ઝડપી હતી. મુકેશ કુમાર 3 ઓવરમાં 27 રન આપ્યા હતા. અક્ષર પટેલ 4 ઓવરમાં 21 રન આપી 2 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ 4 ઓવરમાં 22 રન આપી 1 વિકેટ લીધી હતી. મિશેલ માર્શ 2 ઓવરમાં 16 રન આપ્યા હતા.
પોઈન્ટ્સ ટેબલ (IPL 2023 Points Table)આજની મેચના પરિણામ પછીની સ્થિતિ પર એક નજર કરીએ. પ્રથમ નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 10 પોઈન્ટ, બીજા નંબરે રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ, લખનઉ સુપર જાયન્ટ્સ 8 પોઈન્ટ, ચોથા નંબરે ગુજરાત ટાઈટન્સ 8 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 8 પોઈન્ટ હતા. પંજાબ કિંગ્સ 8 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ 6 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 4 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 4 પોઈન્ટ હતા.