ગુજરાત

gujarat

ETV Bharat / sports

Head Coach Brian Lara : કોચે SRHની હારનું કારણ જણાવ્યું, ટીમને પાવર પ્લેમાં મજબૂત બનવું પડશે

SRHના મુખ્ય કોચ બ્રાયન લારાએ જણાવ્યું કે, ટીમ શા માટે મેચ હારી રહી છે. તેણે કહ્યું કે પાવર પ્લેમાં ટીમને વધુ મજબૂત બનવાની જરૂર છે. પાવર પ્લે દરમિયાન ટીમ ઘણી વિકેટો ગુમાવી રહી છે.

Etv BharatHead Coach Brian Lara
Etv BharatHead Coach Brian Lara

By

Published : Apr 20, 2023, 11:29 AM IST

નવી દિલ્હીઃ સનરાઈઝર્સ હૈદરાબાદના મુખ્ય કોચ બ્રાયન લારાએ આઈપીએલની 25મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ સામેની હાર બાદ પોતાની પ્રતિક્રિયા વ્યક્ત કરી છે. તેણે ટીમની કેટલીક ખામીઓ વિશે જણાવ્યું છે. જેના કારણે SRHને મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. આઈપીએલની 25મી મેચ 18 એપ્રિલે હૈદરાબાદના રાજીવ ગાંધી ઈન્ટરનેશનલ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સે SRHને 14 રને હરાવ્યું હતું.

આ પણ વાંચો:IPL 2023 : સૌથી વધુ ચોગ્ગા મારનાર ખેલાડી એક પણ સિક્સર ફટકારી શક્યો નથી, આ છે 'સિક્સર કિંગ'

ટીમ માટે એક સમસ્યા છે: SRHના મુખ્ય કોચ બ્રાયન લારાનું માનવું છે કે, IPLની વર્તમાન સિઝનમાં પાવરપ્લેમાં ઘણી વિકેટ ગુમાવવી એ તેમની ટીમ માટે એક સમસ્યા છે અને તેમને એવા બેટ્સમેનની જરૂર છે જે મિડલ ઓર્ડરમાં લાંબી ઇનિંગ્સ રમીને ફિનિશરની ભૂમિકા ભજવે. બ્રાયન લારાએ પોતાના એક ઈન્ટરવ્યુમાં કહ્યું છે કે, 'વિકેટ ગુમાવવાથી તમે હંમેશા દબાણમાં રહે છે. અમે જ્યારે પણ જીત્યા છીએ ત્યારે ઓપનરોએ સારું પ્રદર્શન કર્યું છે. તમારી બેટિંગ કેટલી ઊંડી છે તેનાથી કોઈ ફરક પડતો નથી.

આ પણ વાંચો:Match Fixing in IPL 2023 : IPLમાં મેચ ફિક્સિંગ પર મોહમ્મદ સિરાજે કર્યો મોટો ખુલાસો

અમારો મિડલ ઓર્ડર હજુ પરિપક્વ નથી:તમારે એ સુનિશ્ચિત કરવું પડશે કે, યોગ્ય બેટ્સમેનોને રન બનાવવાની તક મળે અને આ મેચમાં તે તક ન લીધી. તેણે એમ પણ કહ્યું કે અમારો મિડલ ઓર્ડર હજુ પરિપક્વ નથી. અમને એવા ખેલાડીઓની જરૂર છે જે અંત સુધી રમી શકે અને જીતી શકે. આઈપીએલમાં રાહુલ તેવટિયા, ડેવિડ મિલર જેવા ઉદાહરણો છે. આપણને પણ એવા જ બેટ્સમેનની જરૂર છે. અમે તેના પર કામ કરી રહ્યા છીએ. પરંતુ અમે આ મેચમાં સારી ટીમ ન હતી. એ સ્વીકારવું જ રહ્યું'. તેણે કહ્યું કે ટીમે પાંચેય મેચોમાં પાવરપ્લેમાં ઘણી વિકેટો ગુમાવી છે. આ કારણે અમે શરૂઆતથી જ દબાણમાં આવ્યા હતા, અમારે તેમાં સુધારો કરવો પડશે.

ABOUT THE AUTHOR

...view details