હૈદરાબાદ:પંજાબ કિંગ્સ (PBKS) ના કેપ્ટન શિખર ધવન IPL 2023 માં બેટ સાથે એક અલગ રંગમાં જોવા મળે છે. તેણે KKR સામે 40 રન ફટકાર્યા બાદ બુધવારે રાજસ્થાન રોયલ્સ (RR) સામે ધમાલ મચાવી હતી. ધવને ગુવાહાટીના બરસાપારા ક્રિકેટ સ્ટેડિયમમાં આરઆર બોલરો પર પ્રહારો કર્યા હતા. તે 56 બોલમાં 86 રન બનાવીને અણનમ રહ્યો હતો. તેણે આ મેચમાં 3 સિક્સર અને 9 ફોર ફટકારી હતી. આ તેની આઇપીએલ કારકિર્દીની 48મી ફિફ્ટી અને 50મી ફિફ્ટી પ્લસ ઇનિંગ છે. તેણે ટૂર્નામેન્ટમાં બે સદી પણ ફટકારી છે.
Ashwin Mankading Dhawan: બટલરને લાગ્યો આંચકો, અશ્વિને ધવનને માંકડિંગની ચેતવણી આપતો વીડિયો થયો વાયરલ
ત્રીજી સદી ફટકારવામાંથી ચૂકી ગયો:ધવન ભલે IPLમાં પોતાની ત્રીજી સદી ફટકારવામાંથી ચૂકી ગયો, પરંતુ તેણે અનુભવી બેટ્સમેન વિરાટ કોહલીનો રેકોર્ડ તોડી નાખ્યો. તે ટુર્નામેન્ટમાં સૌથી ઝડપી 50 ફિફ્ટી પ્લસ ઇનિંગ્સ બનાવનાર ભારતીય બેટ્સમેન બન્યો હતો. ધવને 207 ઇનિંગ્સમાં આ આંકડો જ્યારે કોહલી (45 અર્ધસદી અને 5 સદી) 216 ઇનિંગ્સમાં આ આંકડો પહોંચ્યો હતો. ધવન 50મી વખત ફિફ્ટી પ્લસ સ્કોર બનાવનાર બીજો ભારતીય અને એકંદરે ત્રીજો ખેલાડી છે. આ લિસ્ટમાં ડેવિડ વોર્નર ટોપ પર છે જેણે IPLમાં 60 વખત 50 પ્લસ સ્કોર બનાવ્યા છે. 56 અડધી સદી ઉપરાંત ધવને 4 સદી ફટકારી છે.
Hardik Pandya batting records: અરુણ જેટલી સ્ટેડિયમ પર દિલ્હી કેપિટલ્સ વિરુદ્ધ હાર્દિક પંડ્યાનું શાનદાર પ્રદર્શન
20 ઓવરમાં 197/4 રન બનાવ્યા: પીબીકેએસ અને આરઆર મેચ વિશે વાત કરીએ તો, ધવન બ્રિગેડે નિર્ધારિત 20 ઓવરમાં 197/4 રન બનાવ્યા હતા. ધવન સિવાય પ્રભસિમરન સિંહે શાનદાર બેટિંગ કરી હતી. બંનેએ પ્રથમ વિકેટ માટે 90 રનની ભાગીદારી કરી હતી. પ્રભાસિમરને 34 બોલનો સામનો કર્યા બાદ 60 રનની ઇનિંગમાં તેણે 3 છગ્ગા અને 7 ચોગ્ગા ફટકાર્યા હતા. તે જ સમયે જીતેશ શર્માએ 27 અને શાહરૂખ ખાને 11 રનનું યોગદાન આપ્યું હતું. ભાનુકા રાજપક્ષે 1 રન બનાવીને રિટાયર્ડ હર્ટ થયો હતો. સિકંદર રઝા અને સેમ કુરાન 1-1 રન બનાવીને અણનમ રહ્યા હતા.