નવી દિલ્હીઝિમ્બાબ્વે શ્રેણી માટે ટીમ ઈન્ડિયામાં વોશિંગ્ટન સુંદરની જગ્યાએ શાહબાઝ અહેમદનો સમાવેશ કરવામાં આવ્યો (Shahbaz Ahmed Joins Team India) છે. ભારત અને ઝિમ્બાબ્વે વચ્ચે 18 ઓગસ્ટથી ત્રણ મેચની વનડે સિરીઝ શરૂ થઈ રહી છે. આ સીરીઝની શરૂઆત પહેલા જ ભારતીય ટીમને મોટો ઝટકો લાગ્યો છે. ભારતીય ટીમનો સ્ટાર ઓલરાઉન્ડર વોશિંગ્ટન સુંદર (All rounder Washington Sundar) શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. શાહબાઝે ઘરેલું મેચોમાં સારું પ્રદર્શન કર્યું છે. તે ઈન્ડિયન પ્રીમિયર લીગમાં (Indian Premier League) રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો એક ભાગ છે. તે પ્રથમ વખત ભારતીય ટીમ સાથે જોડાયો છે.
આ પણ વાંચો :FIFA એ ભારત પર પ્રતિબંધ મૂક્યો, મહિલા U 17 વર્લ્ડ કપની યજમાની છીનવી
વોશિંગ્ટન સુંદરને ઈજા વાસ્તવમાં, વોશિંગ્ટન સુંદરને ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે લેન્કેશાયર અને વર્સેસ્ટરશાયર વચ્ચે રોયલ લંડન વન ડે કપ મેચમાં (Royal London ODI Cup Match) ફિલ્ડિંગ કરતી વખતે ડાબા ખભામાં ઈજા થઈ (Washington Sundar injured) હતી. આ કારણે તે હવે ઝિમ્બાબ્વે સામેની શ્રેણીમાં રમી શકશે નહીં. સુંદર ઈંગ્લેન્ડની સ્થાનિક ટુર્નામેન્ટમાં શાનદાર ફોર્મમાં હતો અને તે પ્લેઈંગ ઈલેવનમાં પણ સ્થાન મેળવશે તેવી અપેક્ષા હતી. BCCIના એક સૂત્રએ જણાવ્યું કે, હા વોશિંગ્ટન સુંદર ઝિમ્બાબ્વે શ્રેણીમાંથી બહાર થઈ ગયો છે. ઓલ્ડ ટ્રેફોર્ડ ખાતે લેન્કેશાયર અને વર્સેસ્ટરશાયર વચ્ચેની રોયલ લંડન વન-ડે કપ મેચ દરમિયાન ફિલ્ડિંગ કરતી વખતે તેના ડાબા ખભામાં ઈજા થઈ હતી. તેને નેશનલ ક્રિકેટ એકેડમી (NCA)માં રિહેબિલિટેશન કરાવવું પડશે.
આ પણ વાંચો :પ્રજ્ઞાનન્ધાએ ફિરોઝાને હરાવ્યા, ચેમ્પિયન્સ ચેસ ટૂરમાં કાર્લસન સાથે
બંગાળની ટીમ માટે રમ્યો સુંદર ભારત માટે છેલ્લે ફેબ્રુઆરી 2022માં રમ્યો હતો. ઇજાઓ અને કોવિડ-19 સંબંધિત સમસ્યાઓના કારણે તે લાંબા સમયથી ટીમની બહાર હતો. શાહબાઝ ઘરેલું મેચોમાં બંગાળની ટીમ માટે રમે છે. તે ઈન્ડિયા A તરફથી પણ રમી ચૂક્યો છે, પરંતુ હવે પહેલીવાર ભારતીય ટીમ તરફથી કોલ આવ્યો છે. શાહબાઝ ધીમો લેફ્ટ આર્મ ઓર્થોડોક્સ બોલર છે. તે ટીમમાં ઓલરાઉન્ડર તરીકે રમે છે.