નવી દિલ્હીઃ ભારતના ભૂતપૂર્વ સ્પિનર હરભજન સિંહે ગુજરાત જાયન્ટ્સ સામે બેટથી સંજુ સેમસનના શાનદાર પ્રદર્શનની પ્રશંસા કરતા કહ્યું કે, રાજસ્થાન રોયલ્સના કેપ્ટનને ટીમ ઈન્ડિયામાં નિયમિત તક મળવી જોઈએ. 178 રનનો પીછો કરતા રોયલ્સનો સ્કોર 12 ઓવરમાં 4 વિકેટે 66 રન હતો. સેમસને 13મી ઓવરમાં રશીદ ખાનની બોલ પર 20 રન લીધા અને આખરે 32 બોલમાં 60 રન બનાવ્યા, જ્યારે શિમરોન હેટમાયરએ માત્ર 26 બોલમાં અણનમ 56 રન ફટકારીને રાજસ્થાનને રવિવારે ગુજરાત જાયન્ટ્સ સામે 3 વિકેટથી અસંભવિત જીત અપાવી હતી.
હરભજને સંજુ સેમસનની પ્રશંસા કરી:સેમસન અને હેટમાયરએ 27 બોલમાં 59 રનની મહત્ત્વપૂર્ણ ભાગીદારી નોંધાવી હતી, ત્યારબાદ ધ્રુવ જુરેલ સાથે 20 બોલમાં 47 રનની ભાગીદારી કરીને 4 બોલ બાકી રહેતા રનનો પીછો પૂર્ણ કર્યો હતો. હરભજને મેચ બાદ સ્ટાર સ્પોર્ટ્સ શોમાં કહ્યું, આવા ખેલાડીઓમાં અન્ય ખેલાડીઓ કરતાં વધુ હિંમત હોય છે. તે એક ખાસ ખેલાડી છે. હેટમાયર કરતાં તેની વધુ અસર હતી, કારણ કે તેણે જીતની નિંવ રાખી હતી અને શિમરોન હેટમાયર તેને પૂરું કર્યું હતું.
આ પણ વાંચો: CSK vs RCB Match Preview : ચેન્નાઈ અને બેંગ્લોર આજે ટકરાશે, ધોનીની રમત પર સસ્પેન્સ યથાવત્
ભારત માટે રમવું જોઈએ:હરભજને કહ્યું હતું કે, જો તમને તમારી ક્ષમતામાં વિશ્વાસ છે, તો તમે મેચને છેલ્લે સુધી લઈ જઈ શકો છો. એમએસ ધોની રમતને છેલ્લે સુધી લઈ જતો હતો કારણ કે તેને તેની ક્ષમતા પર કોઈ શંકા નહોતી. શિમરોન હેટમાયરની બ્લિટ્ઝક્રેગની પ્રશંસા કરતા, ભૂતપૂર્વ ક્રિકેટરે કહ્યું કે, તે સેમસન જ હતો જેણે રમતને અંત સુધી પહોંચાડી હતી. હેટમાયર એ જ કર્યું. તે અંત સુધી ઊભો રહ્યો અને મેચ પૂરી કરી પરંતુ મેચને અંત સુધી કોણ લઈ ગયું - સંજુ સેમસન. આ ખેલાડીમાં ઘણી ક્ષમતા છે, તેણે ભારત માટે રમવું જોઈએ.
આ પણ વાંચો:Arjun Tendulkar IPL Debut: અર્જુને IPL ડેબ્યુ કર્યું, ટ્વીટર પર જોવા મળ્યું સચીન કે 'દિલ સે'
હું વર્ષોથી તેનો પ્રશંસક છું:હરભજને વધુમાં કહ્યું કે, સેમસનને રાષ્ટ્રીય સ્તરે નિયમિત ચાન્સ મળવો જોઈએ કારણ કે બેટ્સમેનમાં મોટી મેચો જીતાડવાની ક્ષમતા છે. તેણે કહ્યું, અમે તેના (સેમસન) વિશે વારંવાર વાત કરીએ છીએ કે તે સ્પિનરો અને ઝડપી બોલરોને ખૂબ સારી રીતે રમે છે. તેને ટીમ ઈન્ડિયામાં સતત તક મળવી જોઈએ. હું આજથી નહીં પરંતુ ઘણા વર્ષોથી તેનો પ્રશંસક છું કારણ કે તે જે પ્રકારનો ખેલાડી છે, તેની પાસે મોટી મેચો જીતવાની ક્ષમતા છે.