ગુવાહાટી:પંજાબ કિંગ્સે પ્રથમ બેટિંગ લીધી હતી અને 20 ઓવરને અંતે 4 વિકેટના નુકસાને 197 રન બનાવ્યા હતા. રાજસ્થાન રોયલ્સને 20 ઓવરમાં 198 રન કરવાનો ટાર્ગેટ આપ્યો હતો. જો કે રાજસ્થાન રોયલ્સ 198 રન ચેઝ કરવામાં 7 વિકેટ ગુમાવી દીધી હતી. પણ રન ચેઝ કરી શકી ન હતી. 20 ઓવરને અંતે રાજસ્થાનના 192 રન થયા હતા. આમ પંજાબ કિંગ્સ 5 રને જીતી ગઈ હતી.
પંજાબ કિગ્સની બેટિંગઃ પંજાબ કિગ્સે પ્રથમ બેટિંગ લીધી હતી. પ્રભસિમરન 34 રનમાં 60 રન કર્યા હતા. શિખર ધવન (કેપ્ટન) 56 બોલમાં 86 રન(નોટ આઉટ) રહ્યો હતો. બી રાજાપક્સા 1 બોલમાં એક રન, જિતેશ શર્મા(વિકેટ કિપર) 16 બોલમાં 27 રન, રાઝા બે બોલમાં 1 રન, શાહરૂખ ખાન 10બોલમાં 11 રન, સામ ક્યુરન બે બોલમાં 1 રન(નોટ આઉટ) રહ્યા હતા. અને 10 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ પંજાબ કિગ્સના 20 ઓવરમાં 4 વિકેટના ભોગે 197 રન થયા હતા. અને રાજસ્થાન રોયલ્સને 198 રનનો ટાર્ગેટ આપ્યો હતો.
રાજસ્થાન રોયલ્સની બોલીંગઃ બોલ્ટે 4 ઓવરમાં 38 રન આપ્યા હતા. કે એમ આસિફ 4 ઓવરમાં 54 રન, અશ્વીન 4 ઓવરમાં 25 રન આપીને એક વિકેટ ઝડપી હતી. હોલ્ડર 4 ઓવરમાં 29 રન આપી બે વિકેટ ઝડપી હતી. ચહલ 4 ઓવરમાં 50 રન આપીને 1 વિકેટ ઝડપી હતી. આમ કે એમ આસિફ અને ચહલ મોંઘા બોલર સાબિત થયા હતા.
રાજસ્થાન રોયલ્સની બેટિંગઃ યશસ્વી જયસ્વાલ 8 બોલમાં 11 રન કર્યા હતા. રવિચન્દ્રન અશ્વિન ચાર બોલમાં શૂન્ય રન, જોસ બટલર 11 બોલમાં 19 રન, સંજુ સેમસન 25 બોલમાં 42 રન, દેવદત્ત પડિક્કલ 26 બોલમાં 21 રન, રિયાન પરાગ 12 બોલમાં 20 રન, શિમરોન હેતમ્યાર 18 બોલમાં 36 રન, ધ્રુવ જુરેલ 15 બોલમાં 32 રન(નોટ આઉટ) અને જેસન હોલ્ડર એક બોલ એક રન(નોટઆઉટ) કર્યા હતા. 10 રન એક્સ્ટ્રા મળ્યા હતા. આમ કુલ સાત ઓવરમાં 192 રન કર્યા હતા.અને રાજસ્થાન રોયલ્સ 5 રને હારી ગઈ હતી.
પંજાબ કિંગ્સની બોલીંગઃપંજાબ કિંગ્સના બોલરોમાં સામ કયુરન 4 ઓવરમાં 44 રન, અર્શદીપસિંહ 4 ઓવરમાં 47 રન આપી બે વિકેટ ઝડપી હતી. હરપ્રિત બ્રાર 2 ઓવરમાં 15 રન, નાથન એલિસ 4 ઓવરમાં 30 રન આપી 4 વિકેટ ઝડપી હતી. રાહુલ ચહર 4 ઓવરમાં 31 રન અને સિકંદર રાઝા 2 ઓવરમાં 24 રન આપ્યા હતા.
પોઈન્ટ ટેબલ (Points Table )હાલ ગુજરાત ટાઈટન્સ 4 પોઈન્ટ સાથે ટોપ પર છે. બીજા નંબરે પંજાબ કિંગ્સ 4 પોઈન્ટ, ત્રીજા નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર 2 પોઈન્ટ, ચોથા નંબરે રાજસ્થાન રોયલ્સ 2 પોઈન્ટ અને પાંચમા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 2 પોઈન્ટ તથા છઠ્ઠા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 2 પોઈન્ટ હતા. કોલક્તા નાઈટ રાઈડર્સ, દિલ્હી કેપિટલ્સ, મુંબઈ ઈન્ડિયન્સ અને સનરાઈઝર્સ હૈદરાબાદ એકપણ મેચ જીતી શક્યા નથી, જેથી પોઈન્ટ ટેબલમાં તેમને ઝીરો પોઈન્ટ છે.