IPL 2023:ઈન્ડિયન પ્રીમિયર લીગની 16મી સીઝનનો રોમાંચ ચાહકો માટે ક્રેઝી થઈ રહ્યો છે. 9 એપ્રિલ, રવિવારે કોલકાતા નાઈટ રાઈડર્સ અને ગુજરાત ટાઈટન્સ વચ્ચે ખૂબ જ રોમાંચક મેચ રમાઈ હતી. આ મેચની બીજી ઇનિંગની 20મી ઓવરના છેલ્લા બોલ પર રિંકુ સિંહે સિક્સર ફટકારીને KKRને જીત અપાવી હતી.
આવું કરનાર એકમાત્ર ક્રિકેટર:KKRને ગુજરાત સામેની મેચ જીતવા માટે છેલ્લી ઓવરમાં 29 રનની જરૂર હતી. રિંકુ સિંહ 16 બોલમાં 18 જ્યારે ઉમેશ યાદવ 5 બોલમાં 4 રન બનાવીને ક્રિઝ પર હતો. રાશિદે છેલ્લી ઓવર માટે બોલ યશ દયાલને આપ્યો હતો. પ્રથમ બોલ પર ઉમેશે સિંગલ લીધો અને રિંકુને સ્ટ્રાઇક આપી. રિંકુએ સતત 5 છગ્ગા ફટકારીને કોલકાતાને ફરી જીત અપાવી હતી. આ સાથે રિંકુ T20 ક્રિકેટમાં રનનો પીછો કરતી વખતે 20મી ઓવરમાં પાંચ સિક્સર મારનાર પ્રથમ ક્રિકેટર બની ગયો છે.
GT vs KKR: આ હોઈ શકે છે ગુજરાત અને કોલકાતાની પ્લેઈંગ ઈલેવન, જાણો પિચ રિપોર્ટ અને મેચની આગાહી
આવી હતી મેચની હાલત:અમદાવાદના નરેન્દ્ર મોદી ક્રિકેટ સ્ટેડિયમમાં રવિવારે KKR અને ગુજરાત વચ્ચે ખરાખરીની મેચ યોજાઈ હતી. કોલકાતા નાઈટ રાઈડર્સે છેલ્લા બોલ પર ડિફેન્ડિંગ ચેમ્પિયન ટીમ ગુજરાત ટાઈટન્સને 3 વિકેટે પરાજય આપ્યો હતો. આ મેચમાં ગુજરાતે 20 ઓવરમાં 4 વિકેટે 204 રનનો મોટો સ્કોર બનાવ્યો હતો. આ પછી કોલકાતાએ છેલ્લા બોલે 7 વિકેટે 207 રન બનાવીને જીત મેળવી હતી. જીતમાં સૌથી મોટો ફાળો રિંકુ સિંહનો હતો, જેણે એકલા હાથે ગુજરાતના જડબામાંથી જીત છીનવી લીધી હતી.
Amit Mishra Stunning Catch: 40 વર્ષીય અમિત મિશ્રાએ હવામાં કૂદીને પકડ્યો ચોંકાવનારો કેચ
રિંકુ ઝાડુ મારતો હતો:રિંકુ સિંહે આ મેચમાં T20 ક્રિકેટનો એવો રેકોર્ડ પોતાના નામે કર્યો, જે આજ સુધી કોઈ ખેલાડી કરી શક્યો નથી. જો કે, આ મેચમાં KKRને જીતાડનાર રિંકુ સિંહની સ્ટોરી તમને રડાવી દેશે. ઉત્તર પ્રદેશના અલીગઢમાં જન્મેલ રિંકુ 5 ભાઈ-બહેનોમાં ત્રીજા નંબરે છે. રિંકુ ઝાડુ પણ મારતો હતો, પૈસાની તંગીનો સામનો પણ કરતો હતો, પરંતુ તેમ છતાં તેણે ક્રિકેટર બનવાનું સપનું છોડ્યું ન હતું. હવે તેણે કોલકાતા નાઈટ રાઈડર્સ માટે મેચ વિનિંગ પરફોર્મન્સ આપ્યું હતું.