નવી દિલ્હી :IPL 2023ની 20મી મેચમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરે દિલ્હી કેપિટલ્સને સતત પાંચમી વખત હરાવ્યું. દિલ્હી કેપિટલ્સ 175 રનનો ટાર્ગેટ પાર કરી શકી નહોતી. નવોદિત વિજયકુમાર વૈશાક આરસીબીની જીતનો હીરો હતો. તેણે 3 વિકેટ ઝડપી હતી. દિલ્હી તરફથી મનીષ પાંડેએ અડધી સદી ફટકારી હતી. પરંતુ, તેની ફિફ્ટી પણ ટીમની હાર ટાળી શકી ન હતી. વિરાટ કોહલીએ પણ RCB તરફથી 50 રનની ઇનિંગ રમી હતી. ચોથી મેચમાં આરસીબીની આ બીજી જીત છે.
દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી :175 રનના લક્ષ્યાંકનો પીછો કરવા ઉતરેલી દિલ્હી કેપિટલ્સની શરૂઆત ખૂબ જ ખરાબ રહી હતી. પૃથ્વી શો પ્રથમ ઓવરના ચોથા બોલ પર અનુજ રાવતના હાથે રનઆઉટ થયો હતો. શોના આઉટ થયા બાદ દિલ્હીની બેટિંગ ખોરવાઈ ગઈ હતી. બીજી જ ઓવરમાં વિરાટ કોહલી મોટો શોટ રમતા મિચેલ માર્શના હાથે કેચ આઉટ થયો હતો. તે ખાતું પણ ખોલાવી શક્યો ન હતો. પાવરપ્લેની પ્રથમ 6 ઓવરના અંત સુધીમાં યશ ધૂલ અને કેપ્ટન ડેવિડ વોર્નર પણ આઉટ થઈ ગયા હતા. પાવરપ્લેમાં દિલ્હી કેપિટલ્સે 4 વિકેટ ગુમાવીને 32 રન બનાવ્યા હતા.
આ પણ વાંચો :LSG vs PBKS: લખનૌ સુપર જાયન્ટ્સ અને પંજાબ કિંગ્સ ટકરાશે, જાણો કેવું રહેશે પિચ અને હવામાન