નવી દિલ્હીઃ IPL 2023નો ઉત્સાહ લોકોમાં જોવા રહ્યો છે. તો બીજી તરફ સટોડિયાઓ માટે તે કમાણીનું સાધન બની ગયું છે. આટલી કડકાઈ છતાં બુકીઓનો જુસ્સો ઊંચો છે અને આ ટૂર્નામેન્ટમાં સટ્ટાબાજીની પ્રક્રિયા અટકવાનું નામ નથી લઈ રહી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજે IPLમાં મેચ ફિક્સિંગને લઈને મોટો ખુલાસો કર્યો છે. સિરાજે ભારતીય ક્રિકેટ કંટ્રોલ બોર્ડના ભ્રષ્ટાચાર વિરોધી એકમને મેચમાં સટ્ટાબાજીની ઘણી માહિતી આપી છે. તેણે તો ત્યાં સુધી કહ્યું છે કે, આવા કોઈ અજાણ્યા વ્યક્તિએ તેનો સંપર્ક પણ કર્યો હતો.
ટીમની અંદરની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો: મોહમ્મદ સિરાજે BCCIના ભ્રષ્ટાચાર વિરોધી એકમને જણાવ્યું કે, કોઈએ તેમનો સંપર્ક કર્યો હતો. તે અજાણ્યો વ્યક્તિ સિરાજ પાસેથી રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર ટીમની અંદરની માહિતી મેળવવાનો પ્રયાસ કરી રહ્યો હતો. તેણે સિરાજને કહ્યું હતું કે, ગત IPL 2022માં તે RCB પર પૈસા લગાવીને સટ્ટાબાજીમાં હારી ગયો હતો. તેથી જ સિરાજ પાસેથી જાણવા માંગતો હતો કે આ વખતે ટીમનો પ્લાન શું હશે. આ પછી સિરાજે એસીયુને તેના વિશે જણાવ્યું. પીટીઆઈ ભાષાના અહેવાલો અનુસાર, એક અજાણ્યા વ્યક્તિએ મોહમ્મદ સિરાજ સાથે ફોન પર વાતચીત કરી હતી.