ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL 2023 : રાજસ્થાન સામે ગુજરાત ટાઇટન્સની 9 વિકેટે ધમાકેદાર જીત - RAJASTHAN ROYALS VS GUJARAT TITANS HEAD TO HEAD

TATA IPL 2023ની 48મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ગુજરાત ટાઇટન્સ વચ્ચે રમાઇ હતી. જેમાં RRની ટીમે પ્રથમ બેટીંગ કરતા 17.5 ઓવરમાં 118 રન બનાવ્યા હતા અને GTને જીતવા માટે 119 રનનો લક્ષ્યાંક આપ્યો હતો. તેના જવાબમાં ગુજરાતે 13.5 ઓવરમાં 1 વિકેટના નુકસાને 119 રન બનાવી લીધા હતા. આમ ગુજરાત 9 વિકેટથી જીતી ગયું હતું.

Etv BharatIPL 2023
Etv BharatIPL 2023

By

Published : May 5, 2023, 1:38 PM IST

Updated : May 5, 2023, 11:35 PM IST

જયપુરઃઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 48મી મેચ જયપુરના સવાઈ માનસિંહ સ્ટેડિયમમાં ગુજરાત ટાઇટન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાઇ હતી. જેમાં RRએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં પ્રથમ બેટીંગ કરતા રાજસ્થાનની ટીમ 20 ઓવર પણ રમી શકી નહોતી. 17.5 ઓવરમાં 10 વિકેટે 118 રન બનાવીને ઓલઆઉટ થઈ ગઈ હતી અને ગુજરાતને જીતવા માટે 119 રન ટાર્ગેટ આપ્યો હતો. તેની સામે ગુજરાત ટાઈટન્સે 13.5 ઓવરમાં એક વિકેટ ગુમાવીને 119 રન કરી લીધા હતા. અને નવ વિકેટથી જીતી ગયું હતું.

RRની બેટીંગ :રાજસ્થાનની ટીમ 118 રનમાં ઓલ આઉટ થઇ ગઇ હતી. જેમાં જયસ્વાલએ 14 રન, જોસ બટલરએ 8 રન, સંજૂ સેમસનએ 30 રન, દેવદત પડિકલએ 12 રન, અશ્વિનએ 2 રન, રિયાગ પરાગએ 4 રન, શિમરન હેટમાયરએ 7 રન, ધ્રુવએ 9 રન, ટ્રેન્ટ બોલ્ટએ 15 રન, જામ્પાએ 7 રન(અણનમ) અને સંદિપ શર્માએ 2 રન બનાવ્યા હતા.

GTની બોલિંગ :ગુજરાતની ટીમે પ્રથમ બોલિંગ કરતા 17.5 ઓવરમાં રાજસ્થાનની ટીમને ઓલ આઉટ કરી દિધી હતી. જેમાં મોહમ્મદ શામીએ 4 ઓવરમાં 1 વિકેટ, હાર્દિક પાંડ્યાએ 2 ઓવરમાં 1 વિકેટ, રાશિદ ખાનએ 4 ઓવરમાં 3 વિકેટ, લિટલએ 4 ઓવરમાં 1 વિકેટ, અહમદએ 3 ઓવરમાં 2 વિકેટ અને મોહિત શર્માએ 0.5 ઓવરમાં 0 વિકેટ ઝડપી હતી.

ગુજરાત ટાઈટન્સની બેટિંગઃ વૃદ્ધિમાન સાહા(વિકેટ કિપર) 34 બોલમાં 5 ચોક્કા સાથે 41 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. શુભમન ગિલ 35 બોલમાં 6 ચોક્કાની મદદથી 36 રન બનાવ્યા હતા. હાર્દિક પંડ્યા 15 બોલમાં 3 ચોક્કાને 3 સિક્સ સાથે 39 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 3 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 13.5 ઓવરમાં 1 વિકેટના નુકસાને 119 રનનો કુલ સ્કોર બનાવ્યો હતો. અને નવ વિકેટથી ધમાકેદાર જીત મેળવી હતી.

રાજસ્થાન રોયલ્સની બોલીંગઃ ટ્રેન્ટ બોલ્ટ 3 ઓવરમાં 28 રન આપ્યા હતા. સંદિપ શર્મા 3 ઓવરમાં 19 રન આપ્યા હતા. આદમ ઝમ્પા 3 ઓવરમાં 40 રન આપ્યા હતા. યઝુવેન્દ્ર ચહલ 3.5 ઓવરમાં 22 રન આપી 1 વિકેટ લીધી હતી અને રવિચન્દ્રન અશ્વિન 1 ઓવરમાં 8 રન આપ્યા હતા.

ગુજરાત ટાઈટન્સ નંબર વનઃ પોઈન્ટ્સ ટેબલમાં ગુજરાત ટાઈટન્સ 14 પોઈન્ટ સાથે નંબર વન પર હતી. ગુજરાત ટાઈટન્સ કુલ 10 મેચમાં 7 મેચ જીતી છે અને 3 હારી છે. તે સાથે કુલ 14 પોઈન્ટ મેળવીને નેટ રનરેટ પ્લસ 0.752 રહ્યો હતો.

પોઈન્ટસ ટેબલ (IPL 2023Points Table)પ્રથમ નંબરે ગુજરાત ટાઈટન્સ 14 પોઈન્ટ સાથે રહ્યું હતું. બીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 11પોઈન્ટ, ત્રીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 11 પોઈન્ટ, ચોથા નંબરે રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 10 પોઈન્ટ હતા. મુંબઈ ઈન્ડિયન્સ 10 પોઈન્ટ, પંજાબ કિંગ્સ 10 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 8 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 6 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 6 પોઈન્ટ હતા.

મેચ પહેલા બંન્ને ટીમો પોઈન્ટ ટેબલમાં:ગુજરાત ટાઇટન્સ અત્યાર સુધી રમાયેલી 9 મેચમાંથી 6 જીતીને 12 પોઈન્ટ સાથે ટોપ પર છે, જ્યારે રાજસ્થાન રોયલ્સ 9 મેચમાં 5 જીતથી 10 પોઈન્ટ સાથે ચોથા સ્થાને છે. રાજસ્થાન રોયલ્સ પાસે હોમ ગ્રાઉન્ડમાં ગુજરાત ટાઇટન્સ પર જીત મેળવીને નંબર વન રેન્કિંગ પુનઃપ્રાપ્ત કરવાની તક છે, જ્યારે ગુજરાત ટાઇટન્સ જીત બાદ પોઈન્ટ ટેબલમાં પોતાનું નંબર 1 સ્થાન વધુ મજબૂત કરશે.

ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન રાજસ્થાન રોયલ્સ કરતા વધુ સારું: આ વખતે IPLમાં શાનદાર શરૂઆત કરનાર રાજસ્થાન રોયલ્સ ટીમને છેલ્લી 5 મેચમાં 3 મેચમાં હારનો સામનો કરવો પડ્યો છે. બીજી હાર ટીમને પ્લે-ઓફમાંથી બહાર થઈ ગયેલી ટીમોના ગ્રૂપમાં લઈ જઈ શકે છે. બીજી તરફ, ગુજરાત ટાઇટન્સ છેલ્લી 5 મેચમાં માત્ર 2 મેચ હારી છે, જેના કારણે ગુજરાત ટાઇટન્સનું પ્રદર્શન રાજસ્થાન રોયલ્સ કરતા વધુ સારું કહી શકાય.

યશસ્વી જયસ્વાલ પર રહેશે નજર:રાજસ્થાન રોયલ્સમાં, યશસ્વી જયસ્વાલે એકલા હાથે ટીમને ઘણી વખત મોટી લીડ મેળવવામાં મદદ કરી છે. છેલ્લી મેચમાં તેણે પોતાની ઇનિંગ્સથી એકતરફી જીત અપાવી હતી. જોશ લિટલ તેની પ્રથમ IPL સિઝનમાં એક ઉત્કૃષ્ટ ખેલાડી તરીકે ઉભરી રહ્યો છે, મુખ્યત્વે પાવરપ્લે અને ડેથ ઓવર્સમાં બોલિંગ કરે છે. તેણે 7 મેચમાં 8.5ના ઇકોનોમી રેટથી 5 વિકેટ પણ લીધી છે. રોયલ્સ ટાઇટન્સ સામે તેનો વિશેષ ઉપયોગ કરી શકે છે.

ગુજરાતનું પલડું ભારે: બંને ટીમોના આંકડાઓ પર નજર કરીએ તો ગુજરાતની ટીમે રાજસ્થાન રોયલ્સ પર પ્રભુત્વ જમાવ્યું છે અને અત્યાર સુધી રમાયેલી 4 મેચમાંથી 3માં જીત મેળવી છે અને 3-1ની લીડ જાળવી રાખી છે. બીજી તરફ રાજસ્થાને છેલ્લી મેચ જીતીને ગુજરાતને હરાવવાની ક્ષમતા દર્શાવી છે.

Last Updated : May 5, 2023, 11:35 PM IST

ABOUT THE AUTHOR

...view details