નવી દિલ્હી :ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનમાં દેશી અને વિદેશી ખેલાડીઓ પોતાની પાંખો ફેલાવી રહ્યા છે. IPL એક એવું પ્લેટફોર્મ છે જ્યાં વિવિધ દેશોના ખેલાડીઓ એક ટીમ તરીકે સાથે ક્રિકેટ રમે છે. IPLમાં ખેલાડીઓને એકબીજાની સંસ્કૃતિ, જીવનશૈલી અને ખાવાની આદતો જાણવાની તક પણ મળે છે. હાલમાં જ રાજસ્થાન રોયલ્સના સ્ટાર સ્પિનર યુઝવેન્દ્ર ચહલ અને બેટ્સમેન જો રૂટના ડાન્સનો વીડિયો વાયરલ થઈ રહ્યો છે, જેમાં તેઓ પાકિસ્તાની કવ્વાલીના રિમેક ગીત પર દેશી સ્ટાઈલમાં ડાન્સ કરતા જોવા મળી રહ્યા છે.
યુઝવેન્દ્ર ચહલ અને જો રૂટનો દેશી સ્ટાઈલમાં ડાન્સ :બાય ધ વે, યુઝવેન્દ્ર ચહલ જે પણ ટીમમાં રહે છે, તે ટીમમાં આપોઆપ ખુશનુમા વાતાવરણ હોય છે કારણ કે, ચહલની ફની સ્ટાઇલ હંમેશા જોવા મળે છે. ચહલ IPLમાં રાજસ્થાન રોયલ્સનો ભાગ છે અને તેની મસ્તીનો વીડિયો આ દિવસોમાં સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે. તાજેતરમાં જ યુઝવેન્દ્ર ચહલ અને જો રૂટ પાકિસ્તાની કવ્વાલીના રિમેક ગીત 'કર બેઠી સજના ભરોસા તેરે પ્યાર પર' પર ડાન્સ કરતા જોવા મળ્યા હતા. આ ગીત પ્રખ્યાત ગાયક નુસરત ફતેહ અલી ખાને ગાયું છે. રૂટ અને ચહલ બંન્ને આ ગીત પર દેશી સ્ટાઈલમાં ડાન્સ કરી રહ્યાં છે અને પોતાના ડાન્સ સ્ટેપ્સથી આગ લગાવી રહ્યાં છે. બંન્નેના ડાન્સનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થયો છે.