નવી દિલ્હીઃઈન્ડિયન પ્રીમિયર લીગની 38મી મેચ પંજાબ કિંગ્સ અને લખનઉ સુપર જાયન્ટ્સ વચ્ચે મોહાલીના પંજાબ ક્રિકેટ એસોશિએસન આઇ એસ બિન્દ્રા સ્ટેડિયમમાં રમાઇ હતી. જેમાં PBKSએ પ્રથમ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તેમને 20 ઓવરમાં 5 વિકેટ ઝડપીને 257 રન આપ્યા હતા. તેના જવાબમાં પંજાબ કિંગ્સના બેટ્સમેનો હાઈસ્કોર કરવામાં ઝડપથી આઉટ થયા હતા, અને ટાર્ગેટના રન કરી શક્યા ન હતા. 19.5 ઓવરમાં 201 રને ઓલઆઉટ થઈ ગયા હતા. આમ લખનઉ સુપર જાયન્ટ્સ ખરેખર જાયન્ટ્સ સાબિત થયું હતું.
LSGની બેટીંગ :લખનઉ સુપર જાયન્ટ્સની ટીમે પ્રથમ બેટીંગ કરતા 16મી સીઝનનો સૌથી મોટો સ્કોર 257 રન બનાવ્યા હતા. જેમાં રાહુલએ 12 રન, માયર્સએ 54 રન, બદોની 43 રન, સ્ટોઇનીસ 72 રન, પુરણએ 45 રન, દિપકએ(અણનમ) 11 રન અને પંડ્યાએ(અણનમ) 5 રન બનાવ્યા હતા.
PBKSની બોલિંગ :પંજાબએ ટોસ જીતીને પ્રથમ બોલિંગ કરતા 20 ઓવરમાં 5 વિકેટ ઝડપી હતી. જેમાં ગુરનુરએ 3 ઓવરમાં 0 વિકેટ, અર્શદિપએ 4 ઓવરમાં 1 વિકેટ, રબાડાએ 4 ઓવરમાં 2 વિકેટ, રાજાએ 1 ઓવરમાં 0 વિકેટ, ચહરએ 4 ઓવરમાં 0 વિકેટ, સેમ કરણએ 3 ઓવરમાં 1 વિકેટ અને લિવિન્ગસ્ટનએ 1 ઓવરમાં 1 વિકેટ ઝડપી હતી.
પંજાબ કિંગ્સની બેટિંગઃ પ્રભસિમરન 13 બોલમાં 9 રન, શિખર ધવન 2 બોલમાં 1 રન, અથર્વા ટાઈડ 36 બોલમાં 8 ચોક્કા અને 2 સિક્સની મદદથી 66 રન, સિંકદર રાઝા 22 બોલમાં 36 રન, લિયામ લિંવિગ્સ્ટોન 14 બોલમાં 23 રન, સામ કુરન 11 બોલમાં 21 રન, જિતેશ શર્મા(વિકેટ કિપર) 10 બોલમાં 24 રન, શાહરૂખ ખાન 9 બોલમાં 6 રન, રાહુલ ચહર 1 બોલમાં શૂન્ય રન, કજિસો રબાડા 1 બોલમાં શૂન્ય રન અને અર્શદીપ સિંહ 2 બોલમાં 2 રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને 13 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ પંજાબના 19.5 ઓવરમાં 201 રને ટીમ ઓલઆઉટ થઈ ગઈ હતી.
લખનઉ સુપર જાયન્ટ્સની બોલીંગઃ માર્કસ સ્ટોઈનિસ 1.5 ઓવરમાં 21 રને એક વિકેટ લીધી હતી. ક્યાલ માયર્સ 1 બોલમાં 4 રન, નવીન ઉલ હક 4 ઓવરમાં 30 રન આપી 3 વિકેટ લીધી હતી. અવેશ ખાન 2 ઓવરમાં 28 રન આપ્યા હતા.અમિત મિશ્રા 2 ઓવરમાં 23 રન અને રવિ બિશ્નોઈ 4 ઓવરમાં 41 રન આપી 2 વિકેટ લીધી હતી. યશ ઠાકુર 3.5 ઓવરમાં 37 રન આપી 4 વિકેટ ઝડપી હતી. કૃનાલ પંડ્યા 1 ઓવરમાં 13 રન આપ્યા હતા.