- પંજાબ કિંગ્સના કેપ્ટને ટીમને ભયમુક્ત થઈ બેટિંગ કરવાની આપી સલાહ
- દીપક હૂડાની ઇનિંગ્સ લાજવાબ હતીઃ રાહુલે
- દીપક હૂડાએ 28 બોલમાં 64 રન બનાવ્યાં હતા
મુંબઈઃ રાજસ્થાન રોયલ્સ સામેની મેચમાં જીત બાદ પંજાબ કિંગ્સના કેપ્ટન લોકેશ રાહુલે બેટ્સમેનોને ટીમના બેટ્સમેન દિપક હૂડાની જેમ ભયમુક્ત થઈને રમવાનું કહ્યું છે. દીપક હૂડાએ સોમવારે રાજસ્થાન સામેની IPL મેચમાં 28 બોલમાં ચાર ફોર અને 6 સીક્સની મદદથી 64 રન બનાવ્યાં હતા. મેચમાં રાહુલે પણ 50 બોલમાં 91 રનનું મહત્વપૂર્ણ યોગદાન આપ્યું હતું.
આ પણ વાંચોઃ IPL 2021: પંજાબ કિંગ્સે રાજસ્થાન રોયલ્સને 4 રને આપી માત
એક ટીમ તરીકે અમારે આ પ્રકારના બેટ્સમેનની જરૂરઃ રાહુલ
રાહુલે કહ્યું કે, દીપક હૂડાની ઇનિંગ્સ લાજવાબ હતી. એક ટીમ તરીકે અમારે આ પ્રકારના બેટ્સમેનની જરૂર છે. અમારે ભયમુક્ત થઈ બેટિંગ કરવી પડશે અને બોલરોનું મનોબળ તોડવું પડશે. અમારી પાસે ટીમમાં આવા ઘણા બેટ્સમેન છે.
આ પણ વાંચોઃ કોલકાતા નાઈટ રાઈડર્સ અને મુંબઈ ઈન્ડિયન્સ મંગળવારે ટકરાશે
ટીમ માટે ભયમુક્ત થઈ બેટિંગ કરવી મહત્વપૂર્ણ
તેઓએ વધુમાં જણાવ્યું કે, અમારી ટીમ માટે ભયમુક્ત થઈ બેટિંગ કરવી મહત્વપૂર્ણ છે. તે સારું છે કે, ખેલાડીઓ સમજે છે કે અમે તેમની પાસેથી શું અપેક્ષા રાખીએ છીએ. રાહુલે વધુમાં કહ્યું, ત્યારે મારા હૃદયના ધબકારા વધી રહ્યા હતા, જોકે મને વિશ્વાસ હતો કે થોડી વિકેટ પડશે તો અમે મેચમાં વાપસી કરી શકીશું. અમે પ્રથમ 10-11 ઓવર સુધી સારી બોલિંગ કરી હતી. જોકે, અમારા બોલર લેગ્થને બરકરાર રાખી શક્યાં ન હતા, પરંતુ બોલર જરૂર આ ઉપરથી શીખ લેશે.