ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPLમાં આજે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે થશે ટક્કર - Narendra Modi Stadium

અમદાવાદમાં આવેલા નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં શુક્રવારે IPLમાં પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલોર વચ્ચે મેચ રમાશે. જોકે, પંજાબે IPLની આ સિઝનમાં 6માંથી માત્ર 2 જ મેચ જીતી છે. જ્યારે બેંગલોરે 6માંથી 5 મેચ જીતી છે. બેંગલોરે મંગળવારે જ દિલ્હી કેપિટલ્સને 1 રનથી હરાવ્યું હતું. તે જીત પછી ટીમનો સ્કોટર 10 પઈન્ટ થઈ ગયો હતો.

IPLમાં આજે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે થશે ટક્કર
IPLમાં આજે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ વચ્ચે થશે ટક્કર

By

Published : Apr 30, 2021, 10:57 AM IST

Updated : Apr 30, 2021, 3:02 PM IST

  • અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિટમમાં બંને ટીમ ટકરાશે
  • પંજાબ કિંગ્સ અત્યાર સુધી 6માંથી 2 જ મેચ જીતી શકી છે
  • રોયલ ચેલેન્જર્સ બેંગલોરે અત્યાર સુધી 6માંથી 5 મેચ જીતી છે

અમદાવાદઃ IPL-14ની સિઝનમાં શુક્રવારે રોયલ ચેલેન્જર્સ બેંગલોર અને પંજાબ કિંગ્સ વચ્ચે મુકાબલો થશે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં આ બંને ટીમ રમશે. જોકે, આ વખતે પંજાબ કિંગ્સ માટે જીતવું મુશ્કેલ બની શકે છે. કારણ કે બેંગલોરની ટીમ અત્યાર સુધીની 6 મેચમાંથી 5 મેચમાં જીતી ચૂકી છે. જ્યારે પંજાબ કિંગ્સ 6માંથી માત્ર 2 જ મેચ જીતી શકી છે.

આ પણ વાંચોઃચેન્નઈ સુપર કિંગ્સે સનરાઈઝર્સ હૈદરાબાદને 7 વિકેટથી હરાવ્યું

પંજાબનું અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજન

બીજી તરફ પંજાબનું અત્યાર સુધીનું પ્રદર્શન નિરાશાજનક રહ્યું છે. પંજાબ પાસે ક્રિસ ગેઈલ અને લોકેશ રાહુલ જેવા વિસ્ફોટક બેટ્સમેન હોવા છતા ટીમ મેચ નથી જીતી શકતી. મયંક અગ્રવાલ પણ બેટિંગમાં નિષ્ફળ રહ્યો છે.

આ પણ વાંચોઃIPL 2021: ડપ્લેસિસએ ધવન પાસેથી લીધી ઑરેન્જ કેપ

બેંગલોરના બેટ્સમેન પંજાબને હંફાવશે કે નહીં તે મેચમાં ખબર પડશે

બેંગલોરની ટીમના બેટ્સમેનોને રોકવા પંજાબ માટે અઘરું બની શકે છે. ટીમમાં વિરાટ કોહલી, દેવદત્ત પડીક્કલ, એબી ડિવિલિયર્સ અને ગ્લેન મેક્સવેલ જેવા બેટ્સમેન પંજાબને હંફાવી નાખે તેવું લાગે છે.

Last Updated : Apr 30, 2021, 3:02 PM IST

ABOUT THE AUTHOR

...view details