ધર્મશાલા:ઈન્ડિયન પ્રીમિયર લીગની 64મી મેચ પંજાબ કિંગ્સ અને દિલ્હી કેપિટલ્સ વચ્ચે રમાઈ હતી. આ મેચ હિમાચલ પ્રદેશના ધર્મશાલા ક્રિકેટ સ્ટેડિયમમાં રમાઈ હતી. આ મેચ જીતવા માટે પંજાબ કિંગ્સે પોતાની પૂરી તાકાત લગાવી હતી. પણ દિલ્હી કેપિટલે પંજાબને જીત માટે 214 રનનો ટાર્ગેટ આપ્યો હતો. પણ પંજાબ કિંગ્સના બેટ્સમેન રમી શક્યા ન હતા. 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 198 રન થયા હતા. આમ 15 રને દિલ્હી કેપિટલ્સ જીતી ગયું હતું. જો કે બન્ને ટીમોને કોઈ જ ફાયદો થયો નથી. કારણ કે પોઈન્ટ ટેબલમાં બન્ને ટીમો લાસ્ટ ફાઈવમાં છે.
214 રનનો ટાર્ગેટ આપ્યો:પ્રથમ બેટિંગ કરતા દિલ્હી કેપિટલ્સે 20 ઓવરમાં 2 વિકેટે 213 રન બનાવ્યા હતા. રિલે રુસોએ 37 બોલમાં 82 રનની અણનમ ઇનિંગ રમી હતી. પૃથ્વી શોએ 54 રનની ઇનિંગ રમી હતી. આ સિવાય કેપ્ટન ડેવિડ વોર્નરે 46 રન અને ફિલિપ સોલ્ટે 26 રન બનાવ્યા હતા. પંજાબ કિંગ્સ તરફથી બોલિંગ કરતી વખતે સેમ કરને 4 ઓવરમાં 36 રન આપીને 2 વિકેટ ઝડપી હતી.
પંજાબ કિંગ્સની બેટિંગઃ પ્રભસિમરન 19 બોલમાં 22 રન, શિખર ધવન(કેપ્ટન) 1 બોલમાં શૂન્ય રન, અથવા ટાઈડે 42 બોલમાં 55 રન, જિતેશ શર્મા(વિકેટ કિપર) 3 બોલમાં શૂન્ય રન, શાહરૂખ ખાન 3 બોલમાં 6 રન, સામ કરન 5 બોલમાં 11 રન, હરપ્રિત બ્રાર 1 બોલમાં શૂન્ય રન, લિયામ લિવિગ્સ્ટન 48 બોલમાં 5 ચોક્કા ને 9 સિક્સ ફટકારીને 94 રન બનાવ્યા હતા. અને રાહુલ ચાહર શૂન્ય બોલમાં શૂન્ય રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને10 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 8 વિકેટના નુકસાને 198 રનનો કુલ સ્કોર બનાવ્યો હતો.
દિલ્હી કેપિટલ્સની બોલીંગઃ ખલીલ અહેમદ 3 ઓવરમાં 20 રન આપી 1 વિકેટ લીધી હતી. ઈશાંત શર્મા 3 ઓવરમાં 36 રન આપી 2 વિકેટ લીધી હતી. અનરિચ નોર્ટિજ 4 ઓવરમાં 36 રન આપી 2 વિકેટ ઝડપી હતી. મુકેશ કુમાર 4 ઓવરમાં 52 રન આપ્યા હતા. અક્ષર પટેલ 3 ઓવરમાં 27 રન બનાવીને 1 વિકેટ લીધી હતી. કુલદીપ યાદવ 3 ઓવરમાં 21 રન આપ્યા હતા.
પોઈન્ટ્સ ટેબલ (IPL 2023 Points Table )આજની મેચના પરિણામ પછી ગુજરાત ટાઈટન્સ 18 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમે જ રહ્યું હતું અને તે કવોલીફાઈ થઈ ગયું છે. બીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સના 15 પોઈન્ટ, ત્રીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સના 15 પોઈન્ટ, ચોથા નંબરે મુંબઈ ઈન્ડિયન્સના 14 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના 12 પોઈન્ટ હતા. રાજસ્થાન રોયલના 12 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સના 12 પોઈન્ટ, પંજાબ કિંગ્સના 12 પોઈન્ટ, દિલ્હી કેપિટલ્સના 10 પોઈન્ટ અને સનરાઈઝર્સ હૈદરાબાદ(ઈ)ના 8 પોઈન્ટ હતા.
19મી ઓવર પછી સ્કોર 190/2: રિલે રુસોએ 17મી ઓવરના બીજા બોલ પર પોતાની અડધી સદી પૂરી કરી છે. ફિલ સોલ્ટ 12 બોલમાં 22 રન અને રૂસોએ 33 બોલમાં 65 રન બનાવ્યા બાદ ક્રિઝ પર હાજર છે. 19મી ઓવર બાદ દિલ્હીનો સ્કોર 2 વિકેટે 190 રન છે. હરપ્રીત બ્રાર 20મી ઓવરમાં બોલિંગ કરી રહ્યો છે.
પૃથ્વી શો 54 રને આઉટ: દિલ્હી કેપિટલ્સની બીજી વિકેટ 14.6 ઓવરમાં પડી હતી. પૃથ્વી શો 38 બોલમાં 54 રન બનાવીને આઉટ થયો હતો. તેની ઇનિંગમાં 7 ફોર અને 1 સિક્સ સામેલ હતી. સેમ કરને તેને અર્થવ તાઈડેના હાથે કેચ કરાવ્યો. પૃથ્વી શૉએ 36 બોલ રમીને શાનદાર ફિફ્ટી બનાવી હતી. રિલે રુસો 21 બોલમાં 45 રન બનાવીને રમી રહ્યો છે. હવે રિલે રુસો અને ફિલિપ સોલ્ટની જોડી ક્રિઝ પર હાજર છે. 15મી ઓવર બાદ દિલ્હીનો સ્કોર 2 વિકેટે 148 રન છે.
ડેવિડ વોર્નર આઉટ: દિલ્હી કેપિટલ્સની પ્રથમ વિકેટ 11મી ઓવરના બીજા બોલ પર પડી હતી. કેપ્ટન ડેવિડ વોર્નર ફિફ્ટી ચૂકી ગયો. તેણે 31 બોલમાં 46 રન બનાવ્યા હતા. તેની ઇનિંગમાં 5 ચોગ્ગા અને 2 છગ્ગાનો સમાવેશ થાય છે. શિખર ધવને સેમ કરનના બોલ પર ડેવિડ વોર્નરના હાથે શાનદાર કેચ પકડ્યો હતો. હવે પૃથ્વી શૉ અને રિલે રુસોની જોડી ક્રિઝ પર હાજર છે. 11મી ઓવર બાદ દિલ્હીનો સ્કોર 1 વિકેટે 103 રન છે.
10મી ઓવર બાદ દિલ્હી કેપિટલ્સનો સ્કોર એકપણ વિકેટ ગુમાવ્યા વિના 93 રન છે. પૃથ્વી શૉ 30 બોલમાં 45 રન અને ડેવિડ વોર્નર 30 બોલમાં 46 રન બનાવીને રમી રહ્યો છે. વોર્નર તેની અડધી સદીની નજીક છે.
દિલ્હી કેપિટલ્સનો સ્કોર 4 ઓવર પછી 35/0: ડેવિડ વોર્નર 25 અને પૃથ્વી શો 10 રન બનાવીને ક્રીઝ પર હાજર છે. આ સાથે દિલ્હી કેપિટલ્સનો સ્કોર 4 ઓવર પછી વિના નુકસાન 35 રન છે. હવે અર્શદીપ સિંહ પાંચમી ઓવરમાં બોલિંગ કરી રહ્યો છે.
બીજી ઓવર પછી દિલ્હી કેપિટલ્સનો સ્કોર 6/0: કાગિસો રબાડા બીજી ઓવરમાં બોલિંગ કરી રહ્યો છે. ડેવિડ વોર્નર 1 અને પૃથ્વી શો 3 રન બનાવીને રમી રહ્યા છે. આ સાથે, પ્રથમ ઓવર પછી, દિલ્હી કેપિટલ્સનો સ્કોર વિના નુકસાન 4 રન છે.