નવી દિલ્હી: IPL 2023 દરમિયાન, રોયલ ચેલેન્જર્સ બેંગ્લોરનો કેપ્ટન ફાફ ડુ પ્લેસિસ 8 મેચમાં 422 રન બનાવની યાદીમાં ટોચ પર છે. આ સિઝનમાં 400થી વધુ રન બનાવનાર તે એકમાત્ર બેટ્સમેન છે, જેમાં તેણે સતત 3 અડધી સદી ફટકારી છે. બીજા સ્થાને RCBનો ઓપનર વિરાટ કોહલી છે, જેણે બુધવારે કોલકાતા નાઈટ રાઈડર્સ સામે સિઝનની પોતાની 5મી ફિફ્ટી ફટકારીને 333 રન બનાવ્યા હતા. ડુ પ્લેસિસે આ સિઝનમાં 5 અડધી સદી પણ ફટકારી છે.
21 વર્ષીય યશસ્વી જયસ્વાલનું પણ નામ: ચેન્નાઈ સુપર કિંગ્સના ઓપનર ડેવોન કોન્વે 8 મેચમાં 322 રન સાથે ત્રીજા સ્થાને છે. તેનો ઓપનિંગ પાર્ટનર રુતુરાજ ગાયકવાડ ચોથા સ્થાને તેની પાસેથી 5 રન પાછળ છે. 5મા નંબરે દિલ્હી કેપિટલ્સનો કેપ્ટન ડેવિડ વોર્નર છે, જેણે ગયા અઠવાડિયે KKR સામે 57 રનની ઇનિંગ રમીને પોતાની ટીમને જીત અપાવી હતી. તેણે 306 રન બનાવીને ઓરેન્જ કેપની રેસમાં પોતાની જાતને સામેલ કરી રાખી છે. વોર્નર પછી 21 વર્ષીય યશસ્વી જયસ્વાલ છે, જેણે ગુરુવારે CSK સામે રાજસ્થાન રોયલ્સની જીતમાં 43 બોલમાં 77 રન બનાવ્યા હતા.
200 રનથી વધુ રન બનાવનાર ખેલાડી:આ સિઝનમાં 18 બેટ્સમેનોએ 200 કે તેથી વધુ રન બનાવ્યા છે, જેમાં લખનૌ સુપરજાયન્ટ્સના કેએલ રાહુલ (262) અને કાયલ મેયર્સ (243) અને કેકેઆરના રિંકુ સિંઘ (251) અને નીતિશ રાણા (229)નો સમાવેશ થાય છે.