- પંજાબ કિંગ્સમાં નાથન એલિસ સામેલ
- બાકી રહેલી IPLની મેચો રમશે
- આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ મેચમાં હેટ્રીક લેનાર પ્રથમ બોલર
મેલબર્ન: પંજાબ કિંગ્સે ઓસ્ટ્રેલિયાના તેઝ બોલર નાથન એલિસ સાથે IPL-2021ની બાકીની મેચો માટે કરાર કર્યો છે. તેમને જાય રિચર્ડસન અથવા મેરેડિથમાંથી કોઈ એકના અવેજીમાં ટીમમાં સામેલ કરવામાં આવ્યો છે. જમણા હાથના આ તેજ બોલરે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં શાનદાર શરૂઆત કરી હતી. તે આંતરરાષ્ટ્રીય ક્રિકેટમાં ડેબ્યુ મેચમાં હેટ્રીક લેનાર પહેલા બોલર બન્યા હતા. એલિસે બાંગ્લાદેશના મહમદુલ્લાના પછી મેહદી હસન અને મુસ્તાફિરજુર રહમાનને આઉટ કર્યા હતા.
એલિસે 5 ટી-20 આંતરરાષ્ટ્રીય મેચની સિરીઝમાં પાંચમી મેચમાં છેલ્લા 3 બોલમાં હેટ્રીક પૂરી કરી હતી. આ પછી તેને ટી 20 વર્લ્ડ કપ માટે ઓસ્ટ્રેલિયાના રીઝર્વ ખેલાડીઓની યાદીમાં સામેલ કરવામાં આવ્યો. પંજાબ કિંગ્સ ટીમના સીઈઓ સતીશ મેનને પણ નાથન એલિસને ટીમમાં સામેલ કરવાની પુષ્ટિ કરી હતી. તેમણે અમારા સહયોગી ક્રિકબઝને પણ કહ્યું, ટૂંક સમયમાં બીજા રિપ્લેસમેન્ટ ખેલાડીના નામની પણ જાહેરાત કરવામાં આવશે.