- 2021ની IPLમાં મેક્સવેલનું સુધર્યું પ્રદર્શન
- ઑસ્ટ્રેલિયાની જેમ રમવાની છૂટ
- કોહલીની કેપ્ટન્સીના મેક્સવેલએ કર્યા વખાણ
ચેન્નઇ: ગેલન મેક્સવેલે ત્રણ ખરાબ સીઝન પછી બુધવારે IPLમાં પોતાની પહેલી હાફ સેન્ચ્યુરી ફટકારી છે. આ હાફ સેન્ચ્યુરી બાદ આ ક્રિકેટરમાં વધુ આત્મવિશ્વાસ જોવા મળ્યો હતો. ગત ઇન્ડિયન પ્રિમિયર લીગમાં 13 મેચમાં તેણે માત્ર 108 રન બનાવ્યા હતાં. જેના કારણે તેને પંજાબ ફ્રેન્ચાઇઝીમાંથી પડતો મુકવામાં આવ્યો હતો. જો કે RCBએ તેને નંબર 4 પર બેટિંગ કરવાની તક આપી છે.
નવી ફ્રેન્ચાઇઝી સાથે સારી શરૂઆત
RCB ટીમ સાથે 41 બોલમાં 59 રન કરીને મેન ઑફ ધ મેચ મેળવતી વખતે મેક્સવેલએ કહ્યું હતું કે, "નવી ફ્રેન્ચાઇઝી સાથે નવી શરૂઆત મારા માટે ખૂબ જ સારી છે. અહીં મને એક ખાસ રોલ આપવામાં આવ્યો છે. તમારી પછી પણ સારા બેટ્સમેન હોય તે સ્થિતિ ખૂબ જ સારી છે. તમને તમારી રીતે રમવાની છૂટ હોય તે સ્થિતિ ખૂબ જ સારી છે"
વધુ વાંચો:IPL 2021: દિપક હૂડાની જેમ ભયમુક્ત થઈ બેસ્ટ્મેનો બેટિંગ કરેઃ કે. એલ. રાહુલ