- ઈશાન કિશનની વિસ્ફોટક ઈનિંગના કારણે નવ ઓવરમાં જ વિજય મેળવ્યો
- મુંબઈની ટીમે રાજસ્થાનને આઠ વિકેટે હરાવ્યું
- રાજસ્થાનની ટીમ પ્રથમ બેટિંગ કરતા માત્ર 90 રન બનાવી શકી
શારજાહ: નાથન કુલ્ટર-નાઇલ (4/14) ની શાનદાર બોલિંગ બાદ, વિકેટકીપર-બેટ્સમેન ઇશાન કિશનની ઉત્કૃષ્ટ બેટિંગના આધારે મુંબઈ ઇન્ડિયન્સે શારજાહ ક્રિકેટ સ્ટેડિયમમાં રમાયેલી IPL 2021 ની 51 મી મેચમાં રાજસ્થાન રોયલ્સને આઠ વિકેટે હરાવી હતી. મુંબઈના કેપ્ટન રોહિત શર્માએ ટોસ જીતીને બોલિંગ કરવાનો નિર્ણય લીધો અને તેનો નિર્ણય સાચો સાબિત થયો અને રાજસ્થાનની ટીમ પ્રથમ બેટિંગ કરતા 20 ઓવરમાં નવ વિકેટે માત્ર 90 રન બનાવી શકી.
મુંબઇના પોઇન્ટ સાથે તેણે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી
લક્ષ્યનો પીછો કરતા મુંબઈએ ઈશાનના 25 બોલમાં પાંચ ચોગ્ગા અને ત્રણ છગ્ગાની મદદથી અણનમ 50 રનની મદદથી 8.2 ઓવરમાં બે વિકેટે 94 રન બનાવીને મેચ જીતી લીધી હતી. રાજસ્થાન તરફથી મુસ્તફિઝુર રહેમાન અને ચેતન સાકરીયાને એક -એક વિકેટ મળી હતી. આ જીત સાથે, મુંબઇના 13 મેચમાંથી 6 જીત સાથે 12 પોઇન્ટ છે. અને તેણે પ્લેઓફમાં પહોંચવાની આશા જીવંત રાખી છે. જ્યારે IPLની આ સિઝનમાં રાજસ્થાન ટીમની સફર આ હાર સાથે લગભગ સમાપ્ત થઈ ગઈ છે, અને તેમને 13 મેચમાં આઠમી હારનો સામનો કરવો પડ્યો છે.
ઈશાન અને સૂર્યકુમાર યાદવે ઈનિંગને આગળ વધારી
લક્ષ્યનો પીછો કરતા રોહિતે ભલે મુંબઈને ઝડપી શરૂઆત આપી હોય, પરંતુ તે 13 બોલમાં એક ચોગ્ગા અને બે છગ્ગાની મદદથી 22 રન બનાવી આઉટ થયો હતો. આ પછી, ઈશાન અને સૂર્યકુમાર યાદવે ઈનિંગને આગળ વધારી અને બંનેએ ઝડપી સ્કોર કર્યો. જોકે, સૂર્યકુમાર આઠ બોલમાં ત્રણ ચોગ્ગાની મદદથી 13 રન બનાવી પેવેલિયન પરત ફર્યો હતો. હાર્દિક પંડ્યા મુંબઈની ઇનિંગ્સમાં પાંચ રન બનાવીને અણનમ રહ્યો હતો.