મુંબઈ:આજે શનિવારે ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023માં બીજી મેચ મુંબઈ ઈન્ડિયન્સ અને પંજાબ કિંગ્સ વચ્ચે મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં રમાઈ હતી. કેપ્ટન રોહિત શર્મા ફરી એકવાર ઘરઆંગણે પોતાની જીતનો સિલસિલો જારી રાખવાનો પ્રયાસ કર્યો હતો. પણ તે નિષ્ફળ નિવડ્યા હતા. પંજાબ કિંગ્સે આપેલ 215 રનનો ટાર્ગેટ મુંબઈ ઈન્ડિયન્સ ચેઝ કરી શકી ન હતી. અને 12 રનથી પંજાબ કિંગ્સ જીતી ગયું હતું.
મુંબઈ ઈન્ડિયન્સને 215 રનનો ટાર્ગેટ આપ્યો: પંજાબ કિંગ્સે મુંબઈ ઈન્ડિયન્સને જીતવા માટે 215 રનનો ટાર્ગેટ આપ્યો છે. પંજાબ કિંગ્સે 20 ઓવરમાં 8 વિકેટ ગુમાવીને 214 રન બનાવ્યા હતા. પંજાબની ઓવરમાં સૌથી વધુ રન સેમ કરને 29 બોલમાં 55 રન ફટકાર્યા હતા. આ સિવાય હરપ્રીત સિંહે 28 બોલમાં 41 રન બનાવ્યા હતા. તે જ સમયે, જીતેશ શર્માએ છેલ્લી મેચમાં શાનદાર ઇનિંગ રમી હતી. જીતેશે 7 બોલમાં 25 રન બનાવ્યા હતા. આ સાથે જ અથર્વ તાવડેએ પણ શાનદાર બેટિંગ કરતા 17 બોલમાં 29 રન બનાવ્યા હતા. મુંબઈ તરફથી પિયુષ ચાવલાએ 3 ઓવરમાં 15 રન આપીને 2 વિકેટ લીધી હતી. આ સિવાય કેમરૂન ગ્રીને 4 ઓવરમાં 41 રન આપીને 2 વિકેટ લીધી હતી. જ્યારે જોફ્રા આર્ચર, જેસન બેહરેનડોર્ફ અને અર્જુન તેંડુલકરે એક-એક ફટકારી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગઃ રોહિત શર્મા(કેપ્ટન) 27 બોલમાં 4 ચોક્કા અને 3 સિક્સ સાથે 44 રન બનાવ્યા હતા. ઈશાન કિશાન 4 બોલમાં 1 રન બનાવ્યો હતો. કેમરન ગ્રીન 43 બોલમાં 6 ચોક્કા અને 3 સિક્સ મારીને 67 રન બનાવ્યા હતા. સૂર્યાકુમાર યાદવ 26 બોલમાં 7 ચોક્કા અને 3 સિક્સની મદદથી 57 રન માર્યા હતા. ટિમ ડેવિડ 13 બોલમાં 25 રન(નોટ આઉટ), તિલક વર્મા 4 બોલમાં 3 રન, નેહલ વધેરા 1 બોલમાં શૂન્ય રન, જોફ્રા આર્ચર 2 બોલમાં 1 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 3 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને 201 રન બનાવ્યા હતા. જો કે 13 રનથી હારી ગયું હતું.
પંજાબ કિંગ્સની બોલીંગઃ મેથ્યુ શ્રોફ 1ઓવરમાં 7 રન આપ્યા હતા. અર્શદીપ સિંહ 4 ઓવરમાં 29 રન આપી 4 વિકેટ ઝડપી હતી. હરપ્રિત બ્રાર 2 ઓવરમાં 15 રન, સામ કરન 3 ઓવરમાં 41 રન, નાથન એલિસ 4 ઓવરમાં 44 રન આપી 1 વિકેટ મેળવી હતી. રાહુલ ચહર 4 ઓવરમાં 42 રન અને લિવિંગસ્ટોન 2 ઓવરમાં 23 રન આપી 1વિકેટ લીધી હતી.
પોઈન્ટ્સ ટેબલ ( IPL 2023 Points Table )આજે 22 એપ્રિલને શનિવારની બીજી મેચ પુરી થયા પછી લેટેસ્ટ સ્થિતિ જોઈએ તો પ્રથમ નંબરે રાજસ્થાન રોયલ્સ 8 પોઈન્ટ, બીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 8 પોઈન્ટ, ત્રીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 8 પોઈન્ટ, ચોથા નંબરે ગુજરાત ટાઈટન્સ 8 પોઈન્ટ અને પાંચમા નંબરે પંજાબ કિંગ્સ 8 પોઈન્ટ સાથે હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 6 પોઈન્ટ, મુંબઈ ઈન્ડિયન્સ 6 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 4 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 4 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 2 પોઈન્ટ મેળવ્યા હતા.