મુંબઈ:આજે 12 મે, 2023નો શુક્રવારે ઈન્ડિયન પ્રીમિયર લીગની 57મી મેચમાં પોઈન્ટ ટેબલમાં ટોપ પર ચાલી રહેલી ગુજરાત ટાઈટન્સની ટીમ ત્રીજા નંબરની ટીમ મુંબઈ ઈન્ડિયન્સ સાથે ટક્કર થઈ છે. મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 218 રનનો હાઈ સ્કોર બનાવ્યો હતો. તેના જવાબમાં ગુજરાત ટાઈટન્સ 20 ઓવરમાં 8 વિકેટના નુકસાને 191 રન જ બનાવી શક્યું હતું. રાશિદ ખાન 32 બોલમાં 79 રન બનાવ્યા હતા, જેને કારણે જ ગુજરાત ટાઈટન્સની શરમજનક હારથી બચી ગયું હતું. અને થોડોક સન્માનજનક સ્કોર થયો હતો.
MIની બેટિંગઃઈશાન કિશાન(વિકેટ કિપર) 20 બોલમાં 31 રન બનાવ્યા હતા. રોહિત શર્મા(કેપ્ટન) 18 બોલમાં 29 રન કર્યા હતા. સૂર્યાકુમાર યાદવ 49 બોલમાં 11 ચોક્કા ને 6 સિક્સ ફટકારીને 103 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. નેહલ 7 બોલમાં 15 રન, વિશ્નુ વિનોદ 20બોલમાં 30 રન, ટિમ ડેવિડ 3 બોલમાં 5 રન અને ગ્રીન 3 બોલમાં 3 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 2 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ મુંબઈ ઈન્ડિયન્સનો 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને કુલ સ્કોર 218 રન થયો હતો.
GTની બોલીંગઃશામી 4 ઓવરમાં 53 રન આપ્યા હતા. મોહિત શર્મા 4 ઓવરમાં 43 રન આપી 1 વિકેટ લીધી હતી.રાશિદ ખાન 4 ઓવરમાં 30 રન આપી 4 વિકેટ ઝડપી હતી. નૂર અહેમદ 4 ઓવરમાં 38 રન અને અલઝારી જોશેફ 4 ઓવરમાં 52 રન આપ્યા હતા.
ગુજરાત ટાઈટન્સની બેટિંગઃ વૃદ્ધિમાન સાહા(વિકેટ કિપર) 5 બોલમાં 2 રન, શુભમન ગિલ 9 બોલમાં 6 રન, હાર્દિક પંડ્યા(કેપ્ટન) 3 બોલમાં 4 રન, વિજય શંકર 14 બોલમાં 29 રન, ડેવિડ મિલર 26 બોલમાં 41 રન, અભિનવ મનોહ ર3 બોલમાં 2 રન, રાહુલ તેવટિયા 13 બોલમાં 14 રન, નૂર અહેમદ 3 બોલમાં 1 રન, રાશિદખાન 32 બોલમાં 3 ચોક્કા ને 10 સિક્સ ફટકારીને 79 રન અને અલઝારી જોશેફ 12 બોલમાં 7 રન બનાવ્યા હતા. ટીમને 6 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ રાશિદ ખાનના 79 રનને કારણે જ ગુજરાત ટાઈટન્સ 191 રન સુધી પહોંચી શક્યું હતું. તેમ છતાં ગુજરાતની 27 રનથી હાર થઈ હતી.
મુંબઈ ઈન્ડિયન્સની બોલીંગઃ જેશન બેહરેન્ડ્રોફ 4 ઓવરમાં 37 રન આપી 1 વિકેટ લીધી હતી. આકાશ મધવાલ 4 ઓવરમાં 31 રન આપી 3 વિકેટ ઝડપી હતી. ક્રિસ જોર્ડન 4 ઓવરમાં 34 રન આપ્યા હતા. પિયુષ ચાવલા 4 ઓવરમાં 36 રન આપી 2 વિકેટ લીધી હતી. કુમાર કાર્તિકેય 3 ઓવરમાં 37 રન આપી 2 વિકેટ લીધી હતી. કેમરોન ગ્રીન 1 ઓવરમાં 13 રન આપ્યા હતા.
પોઈન્ટ્સ ટેબલ ( IPL 2023 Points Table )આજની મેચ હાર્યા પછી પણ ગુજરાત ટાઈટન્સ 16 પોઈન્ટ અને નેટ રનરેટ પ્લસ 0.761 સાથે પ્રથમ ક્રમાકે રહ્યું હતું. બીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સના 15પોઈન્ટ હતા. આજની મેચ જીત્યા પછી મુંબઈ ઈન્ડિયન્સ 14 પોઈન્ટ અને માઈનસ 0.117 નેટ રનરેટ સાથે ત્રીજા નંબરે આવી ગયું હતું. ચોથા નંબરે રાજસ્થાન રોયલ્સ 12 પોઈન્ટ અને પાંચમાં નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 11 પોઈન્ટ હતા. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ 10 પોઈન્ટ, કોલકત્તા નાઈટ રાઈડર્સ 10 પોઈન્ટ, પંજાબ કિંગ્સ 10 પોઈન્ટ, સનરાઈઝર્સ હૈદરાબાદ 8 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સ 8 પોઈન્ટ હતા.
મેચ પહેલાાનું એનાલિસીસઃજો આજે રમાયેલી આ મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જીતશે તો તે રાજસ્થાન રોયલ્સને પાછળ છોડીને ફરીથી ત્રીજા સ્થાને આવી જશે. આ સાથે જ આ મેચ જીત્યા બાદ ગુજરાત ટાઇટન્સની ટીમ ઈન્ડિયન પ્રીમિયર લીગના પ્લે-ઓફમાં પહોંચનારી ટીમ બની જશે.