મુંબઈ :ઈન્ડિયન પ્રીમિયર લીગની 12મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ મુંબઈના વાનખેડે સ્ટેડિયમમાં ચેન્નાઈ સુપર કિંગ્સ સાથે ટકરાશે. શનિવારે યોજાનારી બીજી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જીત મેળવીને સ્થાનિક પ્રેક્ષકોમાં પોતાનો જુસ્સો જાળવી રાખવાનો પ્રયાસ કરશે. બીજી તરફ ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમ છેલ્લી મેચમાં મળેલી જીતને જાળવી રાખીને આઈપીએલમાં વધુ સારી શરૂઆત કરવાનો પ્રયાસ કરશે.
આ પણ વાંચો :LSG vs SRH : બંન્ને કેપ્ટનો માટે 11 ખેલાડીઓની પસંદગી કરવી મુશ્કેલ બનશે, માર્કરામને ટક્કર આપશે ડી કોક
ચેન્નાઈ સુપર કિંગ્સ અને મુંબઈ ઈન્ડિયન્સ :કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોની અને કેપ્ટન રોહિત શર્મા પર આ આઈપીએલમાં વધુ સારું પ્રદર્શન કરવાનું દબાણ રહેશે કારણ કે, ગત આઈપીએલ સિઝનમાં બંને ટીમોએ સારું પ્રદર્શન કર્યું ન હતું. આઈપીએલની સૌથી સફળ ટીમો અને સુકાનીઓમાં ગણવામાં આવતી આ બંન્ને દિગ્ગજ ખેલાડીઓ વચ્ચેની મેચ ખૂબ જ રોમાંચક રહેવાની આશા છે. ચેન્નાઈ સુપર કિંગ્સ તેની બે મેચમાં એક હાર અને એક જીત સાથે છઠ્ઠા સ્થાને છે, જ્યારે મુંબઈ ઈન્ડિયન્સની ટીમ એક મેચમાં એક હાર સાથે 9મા સ્થાને છે. મુંબઈની ટીમ રોયલ ચેલેન્જ બેંગ્લોર સાથે અત્યાર સુધી રમાયેલી એક મેચ હારી છે. તેને તેની બીજી મેચ જીતવાની આશા છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમ ઘરઆંગણે પોતાના મુલાકાતીઓની સામે જીતની ગતિ મેળવવાનો પ્રયાસ કરશે.