નવી દિલ્હી:IPL 2023ની 50મી મેચમાં દિલ્હી કેપિટલ્સે રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર સામે 7 વિકેટે જીત મેળવી હતી. આ મેચ દરમિયાન RCBના ફાસ્ટ બોલર મોહમ્મદ સિરાજ અને દિલ્હીના ઓપનર ફિલ સોલ્ટ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. સિરાજ મેચમાં બોલિંગ કરી રહ્યો હતો. તે સમયે સિરાજ પોતાના બોલને બાઉન્ડ્રી ક્રોસ કરતો જોઈને ગુસ્સે થઈ ગયો હતો. આ દરમિયાન બંને ખેલાડીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી થઈ હતી. દિલ્હીના રન ચેઝ દરમિયાન પાવર-પ્લેની છેલ્લી ઓવરમાં આ ઘટના બની હતી. ત્યારથી તેનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ છે.
વીડિયોમાં સિરાજનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે:મોહમ્મદ સિરાજ અને ફિલ સોલ્ટ વચ્ચેની લડાઈનો વીડિયો ઈન્ટરનેટ પર વાયરલ થઈ રહ્યો છે. વીડિયોમાં સિરાજનો ગુસ્સો સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. સિરાજ ફિલ સોલ્ટને આંગળી બતાવીને કંઈક કહેતો જોવા મળે છે. મેચ દરમિયાન જો બંને ખેલાડીઓ વચ્ચે વિવાદ વધી ગયો તો અમ્પાયર અને દિલ્હી ટીમના કેપ્ટન ડેવિડ વોર્નરે મામલો શાંત પાડ્યો હતો.
આ પણ વાંચો:
- IPL 2023: મુંબઈ ઈન્ડિયન્સ સામે ચેન્નાઈ સુપર કિંગ્સની 6 વિકેટથી જીત
- IPL 2023 : રાજસ્થાન સામે ગુજરાત ટાઇટન્સની 9 વિકેટે ધમાકેદાર જીત
સોલ્ટે સિરાજના બોલ પર સતત 2 સિક્સર અને 1 ફોર ફટકારી:સિરાજે દિલ્હી કેપિટલ્સ સામેની આ મેચમાં 2 ઓવર નાંખી અને એકપણ વિકેટ લીધા વિના 28 રન આપ્યા. આ કારણે સિરાજ પરેશાન થવા લાગ્યો અને ગુસ્સે થઈ ગયો. આ સાથે જ ફિલ સોલ્ટે સિરાજના બોલ પર સતત 2 સિક્સર અને 1 ફોર ફટકારી હતી. આ પછી જ્યારે સિરાજે બોલ નાખ્યો તો અમ્પાયરે તેને વાઈડ બોલ ગણાવ્યો હતો.
સોલ્ટે 45 બોલમાં 87 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી:દિલ્હી કેપિટલ્સની જીતના હીરો રહેલા ફિલ સોલ્ટે આ મેચમાં તોફાની બેટિંગ કરી હતી. સોલ્ટે 45 બોલમાં 87 રનની ધમાકેદાર ઇનિંગ રમી હતી. 193.33ના સ્ટ્રાઈક રેટથી રમતી પોતાની ઈનિંગમાં તેણે 8 ફોર અને 6 સિક્સર ફટકારી હતી. તેના ફિલ સોલ્ટને પ્લેયર ઓફ ધ મેચનો એવોર્ડ પણ આપવામાં આવ્યો હતો.
આ મેચમાં દિલ્હી કેપિટલ્સનો વિજય:આ મેચમાં દિલ્હી કેપિટલ્સે RCB પર 20 બોલ બાકી રહેતા 7 વિકેટે જીત મેળવી હતી. મેચ પુરી થયા બાદ મોહમ્મદ સિરાજે પણ ફિલ સોલ્ટ લગાવીને શાનદાર ઇનિંગ રમવા બદલ અભિનંદન પાઠવ્યા હતા. આ રીતે બે ખેલાડીઓના 'યુદ્ધ'માં આખરે ક્રિકેટની જીત થઈ હતી.