હૈદરાબાદ :ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની 42મી મેચ મુંબઇના વાનખેડે સ્ટેડિયમમાં મુંબઇ ઇન્ડિયન્સ અને રાજસ્થાન રોયલ વચ્ચે રમાઇ હતી. જેમાં રાજસ્થાનએ ટોસ જીતીને પ્રથમ બેટીંગ કરવાનો નિર્ણય કર્યો હતો. જેમાં તે ટીમે 20 ઓવરમાં 7 વિકેટએ 212 રન બનાવ્યા હતા. MIએ જીતવા માટે 213 રન બનાવવાનો ટાર્ગેટ આપ્યો હતો. તેના જવાબમાં મુંબઈ ઈન્ડિયન્સે 19.3 ઓવરમાં 4 વિકેટના નુકસાને 214 રન બનાવીને મેચ જીતી હતી. ટીમ ડેવિડે છેલ્લી ઓવરમાં પહેલા ત્રણ બોલમાં સળંગ સિક્સ ફટકારીને મેચની જીતી લીધી હતી.
RRની બેટીંગ :રાજસ્થાનની ટીમે20 ઓવરમાં 212 રન બનાવ્યા હતા. જેમાં જયસ્વાલએ 124 રન, જોસ બટલરએ 18 રન, સંજૂ સેમસનએ 14 રન, દેવદત્ત પડિકલએ 2 રન, જેસનએ 11 રન, ધ્રુવએ 2 રન, અશ્વિનએ 8 રન(અણનમ) અને બોલ્ટએ 0 રન (અણનમ) બનાવ્યા હતા.
MI બોલિંગ :મુંબઇએ પ્રથમ બોલિંગ કરતા 20 ઓવરમાં 7 વિકેટ ઝડપી હતી. જેમાં કેમરોનએ 3 ઓવરમાં 0 વિકેટ, જોફ્રાએ 4 ઓવરમાં 1 વિકેટ, રિલેએ 4 ઓવરમાં 1 વિકેટ, પિયુશએ 4 ઓવરમાં 2 વિકેટ, કુમારએ 2 ઓવરમાં 0 વિકેટ અને અર્શદ ખાનએ 3 ઓવરમાં 3 વિકેટ ઝડપી હતી.
મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગઃ રોહિત શર્મા(કેપ્ટન) 5 બોલમાં 3 રન કર્યા હતા. ઈશાન કિશાન 23 બોલમાં 4 ચોક્કા મારીને 28 રન કર્યા હતા. કેમરોન ગ્રીન 26 બોલમાં 4 ચોક્કા 2 સિક્સ ફટકારીને 44 રન બનાવ્યા હતા. સૂર્યા કુમાર યાદવ 28 બોલમાં 8 ચોક્કા અને 2 સિક્સ મારીને 55 રન બનાવ્યા હતા. તિલક વર્મા 21 બોલમાં 3 ચોક્કા અને 1 સિક્સની મદદથી 29 રન(નોટ આઉટ) અને ટિમ ડેવિડ 14 બોલમાં 2 ચોક્કા અને 5 સિક્સ ફટકારીને 45 રન બનાવ્યા હતા. ટીમને 10 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ કુલ સ્કોર 19.3 ઓવરમાં 4 વિકેટના નુકસાને 214 રન બનાવ્યા હતા.
રાજસ્થાન રોયલ્સની બોલીંગઃ ટ્રેન્ટ બોલ્ટ 4 ઓવરમાં 43 રન આપી એક વિકેટ લીધી હતી. સંદીપ શર્મા 4 ઓવરમાં 35 રન આપી 1 વિકેટ લીધી હતી. રવિચંદ્રન અશ્વિન 4 ઓવરમાં 27 રન આપી 2 વિકેટ ઝડપી હતી. ચહલ 3 ઓવરમાં 32 રન આપ્યા હતા. જેસન હોલ્ડર 3.3 ઓવરમાં 55 રન આપ્યા હતા. અને કુલદીપ સેન 1 ઓવરમાં 20 રન આપ્યા હતા.
પોઈન્ટ્સટેબલ (IPL 2023 Points Table )આજની મેચના પરિણામ પછી રાજસ્થાન રોયલ્સ પહેલા નંબર પરથી 10 પોઈન્ટ સાથે ત્રીજા નંબર પર આવી ગયું હતું. જ્યારે મુંબઈ ઈન્ડિયન્સે 8 પોઈન્ટ મેળવ્યા હતા અને પોઈન્ટ્સટેબલમાં સાતમાં નંબરે આવ્યું હતું. પ્રથમ નંબરે ગુજરાત ટાઈટન્સ 12 પોઈન્ટ, બીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સ 10 પોઈન્ટ અને ત્રીજા નંબરે રાજસ્થાન રોયલ્સ 10 પોઈન્ટ અને ચોથા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સ 10 પોઈન્ટ હતા.