મુંબઈ:ઈન્ડિયન પ્રીમિયર લીગ IPL 2023માં રમાનારી 54મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સ મુંબઈના વાનખેડે ક્રિકેટ સ્ટેડિયમમાં રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુ સાથે ટકરાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ બોલીંગ પસંદ કરી હતી. રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુે 20 ઓવરમાં 6 વિકેટ ગુમાવીને 199 રન બનાવ્યા હતા. અને હવે મુંબઈ ઈન્ડિયન્સને આ મેચ જીતવા માટે 20 ઓવરમાં 200 રન કરવા પડશે. તેના જવાબમાં સૂર્યાકુમાર યાદવની આક્રમક બેટિંગથી 16.3 ઓવરમાં 4 વિકેટ ગુમાવીને 200 રન બનાવી લીધા હતા.અને 6 વિકેટથી શાનદાર જીત થઈ હતી. તેમજ સારા સમાચાર એ હતા કે આજની જીત પછી મુંબઈ ઈન્ડિયન્સ પોઈન્ટ્સ ટેબલમાં ટોપ ફોરમાં આવી ગયું હતું.
RCBની પહેલી બેટિંગઃ વિરાટ કોહલી 4 બોલમાં 1 રન બનાવીને આઉટ થયા હતા. ડુ પ્લેસિસ 41 બોલમાં 5 ચોક્કા ને 3 સિક્સ ફટકારીને 65 રન કર્યા હતા. અનુજ રાવત 4 બોલમાં 6 રન બનાવ્યા હતા. ગ્લેન મેક્સવેલ 33 બોલમાં 8 ચોક્કા ને 4 સિક્સ ફટકારીને 68 રન બનાવ્યા હતા. મહિપાલ લોમરોર 3 બોલમાં 1 રન અને દિનેશ કાર્તિક 18 બોલમાં 4 ચોક્કા ને 1 સિક્સ મારીને 30 રન બનાવ્યા હતા. કેદાર જાદવ 10 બોલમાં 12 રન(નોટ આઉટ) અને અને વનિન્દુ હસરંગા 8 બોલમાં 12 રન(નોટ આઉટ) રહ્યા હતા. ટીમને 4 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ 20 ઓવરમાં 6 વિકેટના નુકસાને કુલ 199 રનનો સ્કોર થયો હતો.
MIની બોલીંગઃ જેસન બેરેન્ડ્રોફ 4 ઓવરમાં 36 રન આપી 3 વિકેટ ઝડપી હતી. પિયુષ ચાવલા 4 ઓવરમાં 41 રન આપ્યા હતા. કેમરોન ગ્રીન 2 ઓવરમાં 15 રન આપી 1 વિકેટ લીધી હતી. ક્રિસ જોર્ડન 4ઓવરમાં 48 રન આપી 1 વિકેટ લીધી હતી. કુમાર કાર્તિકેય 4 ઓવરમાં 35 રન આપી 1 વિકેટ લીધી હતી અને આકાશ માધવાલ 2 ઓવરમાં 23 રન આપ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગઃ ઈશાન કિશાન(વિકેટ કિપર) 21 બોલમાં 4 ચોક્કા ને 4 સિક્સ ફટકારીને 42 રન બનાવ્યા હતા.રોહિત શર્મા(કેપ્ટન) 8 બોલમાં 7 રન બનાવ્યા હતા. સૂર્યાકુમાર યાદવ 35 બોલમાં 7ચોક્કા ને 6 સિક્સ ફટકારીને 83 રન બનાવ્યા હતા. નેહલ વઢેરા 34 બોલમાં 4 ચોક્કા ને 3 સિક્સ મારીને 52 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમ ડેવિડ 1 બોલમાં શૂન્ય રન હતા. કેમરોન ગ્રીન 2 બોલમાં 2 રન(નોટ આઉટ) કર્યા હતા. ટીમને 14 રન એકસ્ટ્રા મળ્યા હતા.આમ 16.3 ઓવરમાં 4 વિકેટના નુકસાને 200 રન બનાવ્યા હતા.
રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુની બોલીંગઃમોહંમદ સીરાજ 3 ઓવરમાં 31 રન આપ્યા હતા. જોશ હેઝલવુડ 3 ઓવરમાં 32 રન, વનિન્દુ હસરંગા 4 ઓવરમાં 53 રન આપીને 2 વિકેટ લીધી હતી. વિજયકુમાર વ્યશાક 3 ઓવરમાં 37 રન આપી 2 વિકેટ લીધી હતી. હર્ષલ પટેલ 3.3 ઓવરમાં 41 રન આપ્યા હતા.
પોઈન્ટ્સ ટેબલ (IPL 2023 Points Table )આજની મેચના પરિણામ પછી મુંબઈ ઈન્ડિયન્સની જીતને કારણે 12 પોઈન્ટ અને નેટ રનરેટને કારણે ત્રીજાનંબરે આવી ગયું હતું. આમ મુંબઈ ઈન્ડિયન્સ પ્લે ઓફમાં આવી ગયું હતું.