અમદાવાદ: ઈન્ડિયન પ્રીમિયર લીગ 2023ની ક્વોલિફાયર 2 મુંબઈ ઈન્ડિયન્સ નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં ક્વોલિફાયર 2માં ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સ MI vs GT સામે ટકરાઈ હતી. મુંબઈ ઈન્ડિયન્સ ટોસ જીતીને ગુજરાત ટાઈટન્સને પહેલા બેટિંગ માટે આમંત્રણ આપ્યું હતું. ગુજરાત ટાઈટન્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 233 રનનો કુલ સ્કોર બનાવ્યો હતો. જેમાં સુબમિન ગિલે આઈપીએલની સીઝનની ત્રીજી સેન્ચુરી કરીને 129 રન બનાવ્યા હતા. ટાઈટન્સના ટાર્ગેટને એચિવ કરે તે પહેલા મુંબઈ ઈન્ડિયન્સ 18.2 ઓવરમાં જ 171 રન બનાવીને ઓલઆઉટ થયું હતું. આમ ગુજરાત ટાઈટન્સની 62 રને ભવ્ય જીત થઈ હતી. તેની સાથે ફાઈનલમાં પ્રવેશ કરી લીધો છે.
રોહિત શર્માનો રાશિદ ખાન સામે સંઘર્ષ: મુંબઈ ઈન્ડિયન્સના કેપ્ટન રોહિત શર્માનો આઈપીએલમાં રાશિદ ખાન વિરુદ્ધ ખૂબ જ ખરાબ રેકોર્ડ છે. આ પહેલાની મેચમાં બેટિંગના સમયે રોહિત શર્મા ગુજરાત ટાઇટન્સના સ્પિનર રાશિદનો સામનો કરી શકતો નથી અને તેની વિકેટ ગુમાવી બેઠો હતો. રોહિત શર્માએ આઈપીએલમાં અત્યાર સુધી રાશિદ ખાનના 26 બોલનો સામનો કર્યો છે, જેમાં રોહિત 2 ચોગ્ગા અને 1 છગ્ગાની મદદથી માત્ર 29 રન જ બનાવી શક્યો છે, જ્યારે તેણે 4 વખત પોતાની વિકેટ ગુમાવી છે.