ગુજરાત

gujarat

ETV Bharat / sports

RR vs CSK: ચેન્નાઈ અને રાજસ્થાન બન્ને ટીમની વિજેતા માટેની દોડ - આઈપીએલ 14

IPL-14 માં આજે સામવારે સીઝનની 12મી મેચ રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સ વચ્ચે મુંબઇના ઐતિહાસિક વાનખેડે સ્ટેડિયમ ખાતે રમાશે.

RR vs CSK: ચેન્નાઈ અને રાજસ્થાન બન્ને ટીમની વિજેતા માટેની દોડ
RR vs CSK: ચેન્નાઈ અને રાજસ્થાન બન્ને ટીમની વિજેતા માટેની દોડ

By

Published : Apr 19, 2021, 2:06 PM IST

  • બંન્ને ટીમો 12મી મેચમાં જીતવાનો વેગ જાળવી રાખવા માંગે છે
  • મેચમાં ચાહર અને રાજસ્થાન વચ્ચે કડક મેચ જોવા મળશે
  • રાજસ્થાન રોયલ્સે ચેન્નાઈ સામે વધુ સારી બેટિંગ કરવી પડશે

મુંબઇ: રાજસ્થાન રોયલ્સ અને ચેન્નાઈ સુપર કિંગ્સની ટીમો પોતાની પાછલી મેચો જીતીને આજે સોમવારે IPLની 12મી મેચમાં જીતવાનો વેગ જાળવી રાખવા માંગે છે. ચેન્નાઇએ પાછલી મેચમાં પંજાબ કિંગ્સને હરાવ્યું હતું. જ્યારે, રાજસ્થાને દિલ્હી કેપિટલ્સ સામે જીત મેળવી હતી.

RR vs CSK: ચેન્નાઈ અને રાજસ્થાન બન્ને ટીમની વિજેતા માટેની દોડ

આ પણ વાંચો:IPL 2021:કિંગ્સ પર ભારે સુપરકિંગ્સ, ધોની સેનાની પહેલી જીત

રાજસ્થાને ચેન્નાઈ સામે વધુ સારી બેટિંગ કરવી પડશે

આ મેચમાં ચાહર અને રાજસ્થાન વચ્ચે કડક મેચ જોવા મળશે. સૈમસને તાજેતરમાં સારો દેખાવ કર્યો હતો. રાજસ્થાનને જોફ્રા આર્ચર અને બેન સ્ટોક્સની ગેરહાજરીના કારણે તેમનો બોલિંગ વિભાગ થોડો નબળો છે. આથી, ચેન્નાઈ સામે વધુ સારી બેટિંગ કરવી પડશે.

ચેન્નાઈ સુપર કિંગ્સ:મહેન્દ્ર સિંહ ધોની (કેપ્ટન અને વિકેટકીપર), સુરેશ રૈના, નારાયણ જગદીશન, રૂતુરાજ ગાયકવાડ, કેએમ આસિફ, કરણ શર્મા, અંબાતી રાયડુ, દિપક ચાહર, ફાફ ડુ પ્લેસીસ, શાર્દુલ ઠાકુર, મિશેલ સંતનર, ડ્વેન બ્રાવો, લુંગી એન્ગિડી, સેમ કારેન, રવિન્દ્ર જાડેજા, ઇમરાન તાહિર, રોબિન ઉથપ્પા, મોઇન અલી, કે ગૌતમ, ચેતેશ્વર પૂજારા, એમ. હરીશંકર રેડ્ડી, કે.ભગત વર્મા, સી. હરિ નિશાંત, આર. સાઇ કિશોર અને જેસન બેહેન્ડ્રોફ.

RR vs CSK: ચેન્નાઈ અને રાજસ્થાન બન્ને ટીમની વિજેતા માટેની દોડ

આ પણ વાંચો:IPLમાં શાહબાઝ અહેમદ રોયલ ચેલેન્જર્સ બેંગ્લોર તરફથી ઓલરાઉન્ડર તરીકે છવાયો

રાજસ્થાન રોયલ્સ:સંજુ સેમસન (કેપ્ટન), જોસ બટલર (વિકેટકીપર), રિયાન પરાગ, શ્રેયસ ગોપાલ, રાહુલ તેવાતીયા, મહિપાલ લોમર, કાર્તિક ત્યાગી, એન્ડ્રુ ટાઇ, જયદેવ ઉનડકટ, મયંક માર્કંડે, યશસ્વી જયસ્વાલ, અનુજ રાવત, ડેવિડ મિલર, મનન વોહરા , શિવમ દુબે, ક્રિસ મોરિસ, મુસ્તફિઝુર રહેમાન, ચેતન સાકરીયા, કેસી કેરીઆપ્પા, લિયામ લિવિંગસ્ટોન, કુલદીપ યાદવ અને આકાશ સિંહ.

ABOUT THE AUTHOR

...view details