લખનઉઃ ઈન્ડિયન પ્રીમિયર લીગની 63મી મેચમાં મુંબઈ ઈન્ડિયન્સનો મુકાબલો લખનઉ સુપર જાયન્ટ્સ સાથે થયો હતો. મુંબઈ ઈન્ડિયન્સે ટોસ જીતીને પ્રથમ ફિલ્ડિંગ પસંદ કરી હતી. પ્રથમ રમતા લખનઉ સુપર જાયન્ટ્સે 20 ઓવરમાં 3 વિકેટના નુકસાને 177 રન બનાવ્યા હતા અને મુંબઈને જીત માટે 178 રનનો ટાર્ગેટ આપ્યો હતો. મુંબઈ ઈન્ડિયન્સે 20 ઓવરમાં 5 વિકેટ ગુમાવીને 172 રન બનાવ્યા હતા. અને પાંચ રને લખનઉ સુપર જાયન્ટ્સ જીતી ગયું હતું.
લખનઉ સુપર જાયન્ટ્સની બેટિંગઃ દીપક હૂડા 7 બોલમાં 5 રન, ડી કોક(વિકેટ કિપર) 15 બોલમાં 16 રન, પ્રેરક માંકડ 1 બોલમાં શૂન્ય રન, કુનાલ પંડ્યા(કેપ્ટન) 42 બોલમાં 1 ચોક્કા ને 1 સિક્સ મારીને 49 રન બનાવ્યા હતા. સ્ટોઈનિસ 47 બોલમાં 4 ચોક્કા ને 8 સિક્સ ફટકારીને 89 રન(નોટ આઉટ) અને પુરન 8 બોલમાં 8 રન બનાવ્યા હતા. ટીમને 10 રન એકસ્ટ્રા મળ્યા હતા. લખનઉએ 20 ઓવરમાં 3 વિકેટ ગુમાવીને 177 રન બનાવ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સની બોલીંગઃ બેહ્રેન્ડ્રોફ 4 ઓવરમાં 30 રન આપી 2 વિકેટ લીધી હતી. ક્રિસ જોર્ડન 4 ઓવરમાં 50 રન આપ્યા હતા. ઋતિક શોકીન 3 ઓવરમાં 20 રન અને પિયુષ ચાવલા 3 ઓવરમાં 26 રન આપી 1 વિકેટ લીધી હતી. આકાશ મધવાલ 4 ઓવરમાં 30 રન અને ગ્રીન 2 ઓવરમાં 16 રન આપ્યા હતા.
મુંબઈ ઈન્ડિયન્સની બેટિંગઃ ઈશાન કિશાન(વિકેટ કિપર) 39 બોલમાં 8 ચોક્કા ને 1 સિક્સ મારીને 59 રન બનાવ્યા હતા. રોહિત શર્મા(કેપ્ટન) 25 બોલમાં 1 ચોક્કો ને 3 સિક્સ મારીને 37 રન બનાવ્યા હતા. સૂર્યાકુમાર યાદવ 9 બોલમાં 7 રન, નેહલ વાઠેરા 20 બોલમાં 16 રન, ટિમ ડેવિડ 19 બોલમાં 32 રન(નોટઆઉટ) વિશ્નુ વિનોદ 4 બોલમાં 2 રન અને કેમરોન ગ્રીન 6 બોલમાં 4 રન(નોટ આઉટ) બનાવ્યા હતા. ટીમને 15 રન એકસ્ટ્રા મળ્યા હતા. આમ મુંબઈ ઈન્ડિયન્સ 20 ઓવરમાં 5 વિકેટના નુકસાને 172 રન બનાવ્યા હતા. માત્ર પાંચ રનથી લખનઉએ જીત હાંસલ કરી હતી.
લખનઉની બોલીંગઃ કુનાલ પંડ્યા 4 ઓવરમાં 27 રન આપ્યા હતા. મોહસિન ખાન 3 ઓવરમાં 26 રન આપી 1 વિકેટ લીધી હતી. નવીન ઉલ હક 4 ઓવરમાં 37 રન આપ્યા હતા. યશ ઠાકુર 4 ઓવરમાં 40 રન આપી 2 વિકેટ ઝડપી હતી. સ્વપ્નિલસિંહ 1 ઓવરમાં 11 રન આપ્યા હતા. રવિ બિશ્નોઈ 4 ઓવરમાં 26 રન આપી 2 વિકેટ ઝડપી હતી.
પોઈન્ટ્સ ટેબલ (IPL 2023 Points Table)આજની મેચના પરિણામ પછી ગુજરાત ટાઈટન્સ 18 પોઈન્ટ સાથે પ્રથમ ક્રમાંકે હતું. બીજા નંબરે ચેન્નાઈ સુપર કિંગ્સના 15 પોઈન્ટ, ત્રીજા નંબરે લખનઉ સુપર જાયન્ટ્સના 15 પોઈન્ટ, ચોથા નંબરે મુંબઈ ઈન્ડિયન્સના 14 પોઈન્ટ અને પાંચમાં નંબરે રોયલ ચેલેન્જર્સ બેંગ્લુરુના 12 પોઈન્ટ હતા. રાજસ્થાન રોયલ્સના 12 પોઈન્ટ, કોલક્તા નાઈટ રાઈડર્સ 12 પોઈન્ટ, પંજાબ કિંગ્સ 12 પોઈન્ટ, સન રાઈઝર્સ હૈદરાબાદના 8 પોઈન્ટ અને દિલ્હી કેપિટલ્સના 8 પોઈન્ટ હતા.
મુંબઈ ઈન્ડિયન્સની ટીમ જીતો તો પ્લેઓફમાં:સોમવારે મેચ જીત્યા બાદ ગુજરાત પ્લેઓફમાં પહોંચનારી પ્રથમ ટીમ બની ગઈ છે. મુંબઈ ઈન્ડિયન્સની ટીમે અત્યાર સુધી રમાયેલી 12 મેચમાંથી 7 મેચ જીતી છે અને 14 પોઈન્ટ મેળવ્યા છે. આજની મેચ જીત્યા બાદ તેના 16 પોઈન્ટ થઈ જશે અને તે પ્લે-ઓફમાં ક્વોલિફાઈ થનારી બીજી ટીમ બની જશે, જ્યારે લખનૌ સુપર જાયન્ટ્સ પાસે હજુ રાહ જોવાની તક છે. તે આ મેચ જીત્યા પછી પણ ક્વોલિફાય નહીં થઈ શકે, પરંતુ તેને 15 પોઈન્ટ મળશે. ક્વોલિફાય થવા માટે તેણે છેલ્લી મેચ કોઈપણ સ્થિતિમાં જીતવી પડશે.
લખનૌ સુપર જાયન્ટ્સનો રેકોર્ડ મુંબઈ સામે સારો છે:મુંબઈ ઈન્ડિયન્સ અને લખનૌ સુપરજાયન્ટ્સ વચ્ચે રમાયેલી કુલ 2 મેચોમાં, બંને મેચ લખનૌ સુપરજાયન્ટ્સે જીતી છે. મુંબઈ ઈન્ડિયન્સ ગત સિઝનમાં રમાયેલી બંને મેચ હારી ચૂકી છે. ભારત રત્ન શ્રી અટલ બિહારી વાજપેયી એકાના સ્ટેડિયમમાં પ્રથમ વખત બંને ટીમો એકબીજા સામે મેચ રમવા જઈ રહી છે. લખનૌ સુપર જાયન્ટ્સની ટીમ આ પહેલા રમાયેલી બંને મેચ જીતી ચૂકી છે, જેનો રેકોર્ડ મુંબઈ સામે સારો છે, પરંતુ આ વખતે મુંબઈ ઈન્ડિયન્સ પાસે પોતાના જૂના સ્કોરને સેટલ કરવાની તક છે.
આ પણ વાંચો:
- MS Dhoni Autograph: જુઓ મહેન્દ્ર સિંહ ધોનીએ સુનીલ ગાવસ્કરની ઈચ્છા પૂરી કરી
- Arjun Tendulkar: મુંબઈ ઈન્ડિયન ઓલરાઉન્ડર અર્જુન તેંડુલકરને લખનૌમાં શ્વાને બચકુ ભર્યુ
- Bhuvneshwar Kumar Record : છેલ્લી ઓવરમાં શાનદાર બોલિંગ, આવું કારનામું કરનારો ત્રીજો બોલર