ગુજરાત

gujarat

ETV Bharat / sports

IPL-2021: રાજસ્થાન રોયલ્સ તરફથી રમશે કુલદીપ યાદવ - IPL news

કુલદીપ યાદવે ક્રિકેટની શરૂઆત ગામની સાંકડી શેરીઓથી કરીને IPL સુધીની સફર સર કરી છે. રાજસ્થાન રોયલ્સે કુલદીપ યાદવને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તો બીજી બાજુ, કુલદીપ યાદવ ભારતીય ટીમની પ્લેયિંગ 11માં પોતાની જગ્યા બનાવવા માંગે છે.

kuldeep yadav
kuldeep yadav

By

Published : Feb 22, 2021, 3:28 PM IST

Updated : Feb 22, 2021, 6:56 PM IST

  • રાજસ્થાન રોયલ્સમાં રમશે કુલદીપ યાદવ
  • IPLની હરાજીમાં રાજસ્થાનની ટીમે કુલદીપ યાદવને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો
  • કુલદીપ યાદવ ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવવા માંગે છે

ગુરુગ્રામ (હરિયાણા): જિલ્લાના પટૌડી વિધાનસભા ક્ષેત્રના મોકલવાસ ગામના કુલદીપ યાદવ આ વખતે IPLમાં રાજસ્થાન રોયલ્સની ટીમમાં રમશે. ગુરુવારે IPLની હરાજીમાં રાજસ્થાનની ટીમે કુલદીપ યાદવને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો.

ગામની સાંકડી શેરીઓથી ક્રિકેટની શરૂઆત કરી હતી

કુલદીપ યાદવે ગામની સાંકડી શેરીઓથી ક્રિકેટની શરૂઆત કરી હતી અને આજે IPL સુધીની મજલ કાપી છે. રાજસ્થાન રોયલ્સે કુલદીપ યાદવને 20 લાખ રૂપિયામાં ખરીદ્યો હતો. તો બીજી બાજુ, કુલદીપ યાદવ ભારતીય ટીમમાં પોતાની જગ્યા બનાવવા માંગે છે.

પ્લેયિંગ 11માં પોતાની જગ્યા કાયમી બનાવવાની ઈચ્છા

કુલદીપ યાદવ આ જગ્યા પર પોતાની મહેનતે પહોંચ્યો છે. કારણ કે, પરિવારની હાલત સામાન્ય હતી, પરંતુ કુલદીપની રમત પ્રત્યેના જુસ્સા તેમજ પરિશ્રમથી ગામ અને પ્રદેશનું નામ રોશન થયું છે. આવી સ્થિતિમાં દરેકને કુલદીપ પાસેથી સારા પ્રદર્શનની અપેક્ષા છે.

Last Updated : Feb 22, 2021, 6:56 PM IST

ABOUT THE AUTHOR

...view details